________________ 366 >આદર્શ મુનિ. (1) કુંવર ફતેહસિંહજી ફોજદાર તથા કેટવાલ ભૈરવસિંહજી રજપૂતે આજીવન જીવહિંસાને પરિત્યાગ કર્યો. (2) ગિરિધારી રજપૂત મહારાજશ્રી સન્મુખ એકત્ર થએલી મેદની સમક્ષ જાહેર કર્યું કે આજથી હું કદાપિ માંસભક્ષણ કરીશ નહિ તથા કેઈપણ જાનવરની હત્યા કરીશ નહિ. (3) શકતાવત મોહનસિંહજીએ માદા જાનવરની તથા માછલીઓની હિંસાને ત્યાગ કર્યો. (4) રઘુનાથે મોચીએ જીવહિંસા ન કરવાની તથા માંસમદિરાને ત્યાગ કરવાના સોગંદ લીધા. (5) દુલહજી ચાવડા રજપૂતે જીવહિંસા ન કરવાની તથા (6) ગઢ હજુરીએ માંસ ભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા કરી. આજ અરસામાં બહેડાના રાવત સાહેબનો એક પત્ર આવ્યો હતો, જેને આશય આ હતો:– શ્રી ગેપાલજી in શ્રી રામજી ! શ્રીમાન પૂજ્ય મહારાજશ્રી ચાથમલજીની સેવામાં, સપ્રેમ દંડવત સાથે વિજ્ઞપ્તિ કે - અત્ર કુશલ તત્રાસ્તુ. જત–આપના દર્શન કરવા તથા ઉપદેશ શ્રવણ કરવા ચેકસ આવવાનું હતું, પરંતુ બે ત્રણ દિવસથી મારી તબિયત નાદુરસ્ત રહે છે. તથા પગમાં વાળે નીકળવાનું હોય એવું દર્દ થાય છે. જેથી ઘોડા પર સ્વારી કરવાને અશકત છું. આપને સદુપદેશ શ્રવણ કરવાની તથા દર્શન કરવાની હરેક વખતે અભિલાષા થાય છે, પરંતુ આ વખતે આપના ઉપદેશ શ્રવણ કરવાથી હું વંચિત રહીશ. એ