________________ આદર્શ યુનિ. 317 મારું પરમ દુર્ભાગ્ય માનું છું. તે પણ જે તબિયત સારી થઈ જશે અને આપ ત્યાં થડે વિશેષ વખત નિવાસ કરવાના છે, એવા સમાચાર મળશે, તે તબિઅતમાં જરા પણ સુધારે થશે તે બનતા સુધી જરૂર આવી જઈશ. આપ જાતે બુદ્ધિશાળી છે. તેથી કૃપા કરી આપને સદુપદેશ ત્યાં પણ સઘળાને શ્રવણ કરાવશે. આ વખતે ત્યાં આપને સદુપદેશથી જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થશે, તેને માટે હું અંતઃકરણપૂર્વક આપને ધન્યવાદ આપીશ. આપની કૃપાદૃષ્ટિ છે, તેથી વિશેષ રાખશે. મારા ગ્ય કામકાજ લખશે. એજ. સંવત ૧૯૮૨ના જેઠ વદ 5, બુધવાર, તા. ૩૦મી જુન 1926. લી. આપને દર્શનાભિલાષી– નારાયણસિંહ. બહેડા (મેવાડ) અહિંથી વિહાર કરી મહારાજશ્રી “બંબેરાપધાર્યા. ત્યાંના રાવત સાહેબ શ્રીમાન મોડસિંહજીએ મહારાજશ્રીનાં બે વ્યાખ્યાન કરાવવામાં સંપૂર્ણ સાથ આપ્યો. તેઓ પણ મેવાડના મહારાણાના બત્રીસ ઉમરામાં એક છે. મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળી તેમનું મન ખૂબ પ્રપુલિંલત થયું, અને તેથી તેમણે પણ અભયદાનનો એક પટો મુનિશ્રીના ચરણારવિદેમાં ભેટ ધર્યો. જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં યોગ્ય સ્થાને આપવામાં આવી છે. મુનિશ્રી તરફના તેમના વિશુદ્ધ પ્રેમનું અવેલેકન કરી અને સરદારો તથા પ્રજાજને એ નિમ્ન લિખિત ત્યાગ કર્યા– .