________________ આદર્શ મુનિ. * * * ભગવાનના ચરણારવિંદોમાં આબેહુબ લગાવી મુનિરાજે તેમના હાથમાં ક્ષમા અને દયાને એક દંડ આપે. અને તે દ્વારા સંસારનાં પ્રત્યેક પ્રાણુઓ તરફ અભયદાનનું પારસ્પરિક આદાન-પ્રદાન કરાવ્યું. ' હવે મહારાજશ્રી જાવરાથી વિહાર કરી મન્દસર તથા નીમચ થઈ સાદડી (મેવાડ) પધાર્યા. અહીં પણ જનતાના આગ્રહને લીધે તેઓશ્રીનું જાહેર વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનને દિવસે શ્રીમાન રાજરાણુ દૂલસિંહજી મહાદય મેટરમાં બેસી વ્યાખ્યાન સ્થાન સમીપ થઈ કંઈ કાર્યવશાત બહાર જતા હતા. તે વખતે તેમની દૃષ્ટિ એકત્ર થએલા શ્રોતાઓ ઉપર પડી અને એક ધારાપ્રવાહ વકતાના બુલંદ અવાજે તેમના કર્ણ સંપુટ સુધી પહોંચી જઈ તેમના હૃદયને બહેલાવી નાખ્યું. તેથી તેમણે તે જ વખતે પોતાના ડ્રાઈવરને પુછ્યું, “આ બુલંદ અવાજ અત્યારે અહીં ક્યાંથી અને કેને સંભળાય છે? અહીં આટલી બધી લેકની ઠઠ આજે કેમ જામી છે? અને આટલી બધી ભીડ હોવા છતાં લોકે તદન શાન્ત કેમ લાગે છે? ઈત્યાદિ.” મોટર ડ્રાઈવરે તે જ વખતે પ્રત્યુત્તર આપ્યું, હુજૂર ! અહીં પ્રસિદ્ધ વકતા પંડિત મુનિશ્રી ચૈથમલજી મહારાજ પધાર્યા છે. મારા માનવા પ્રમાણે તે આ સમુદાયમાં આ અવાજ તેમને હવે જોઈએ.” આટલું કહી ડ્રાઈવરે પિતાની દૃષ્ટિ અહીં તહીં દેડાવી ખાત્રી કરી લીધી કે એ અવાજ ચાથમલજી મહારાજને છે. ત્યારપછી ફરીથી એક વખત રાજરાણું સાહેબે પૂછયું કે હિન્દુ-કુલસુર્ય શ્રીમાન મહારાણું સાહેબ મેવાડાધિપતિના સોળ ઉમરાવોમાં તેઓશ્રી પણ એક છે.