________________ આદર્શ મુનિ 30e - પ્રકરણ ૩૬મું. સંવત ૧૯૮૨-ઉદયપુર. છે મુનિશ્રી સાથે મહારાણુજીની | મુલાકાત. પણ ચરિત્રનાયક જ્યારે પિપલદે પધાર્યા ત્યારે ત્યાં પ્રખર પંડિત મુનિશ્રી દેવીલાલજી મહારાજ પર વિરાજતા હતા. તેઓશ્રીના દૈવી ઉપદેશને છે ત્યાંના શ્રાવકે ખૂબ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક લાભ લેતા હતા. તેમાં આપણા ચરિત્રનાયકજીનાં પાતાં પગલાં ત્યાં થયાં. એટલે એ શ્રાવકના આનંદમાં એર વૃદ્ધિ થઈ. હવે ત્યાં વિવિધ વિષય ઉપર મુનિઓના ઉપદેશ થવા લાગ્યા. જેના પરિણામે અનેક જણાએ નાના પ્રકારના ત્યાગ કર્યા. આ ઉપરાંત આ બંને મુનિઓના સદુપદેશના સ્મરણને સદાકાળ જીવત રાખે એવા ઉલ્લેખનીય કાર્યો ત્યાંના શ્રાવકસમાજે કર્યા, તે આ રહ્યાં -(1) ત્યાં એક “શ્રી જૈન મહાવીર મંડળ” અને (2) શ્રી જૈન પાઠશાળાની સ્થાપના થઈ. પાઠશાળા સ્થાપનનું શુભ મુહૂર્ત ત્યાંના પ્રજાહિતિષી અને પરમ ઉદાર દીવાન સાહેબના શુભહસ્તે સંવત