________________ આદર્શ મુનિ.- - 305 હતા. ત્યાં વળી સલંબરના રાવતજી સાહેબ એકજ દિવસમાં બે વખત દર્શન માટે પધાર્યા હતા. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ડબુક પધાર્યા. ત્યાં ફરજાળી મહારાજ સાહેબ શ્રીમાન લક્ષમણસિંહજી કે જેઓ મહારાણાજી સાહેબના ભત્રીજા છે, તેઓ પણ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને અનેક ગામમાં ધર્મોપદેશ કરતા રતલામ ખાતે જઈ પહોંચ્યા હતા. અને ત્યાં પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ આદિના દર્શનનો લાભ લીધો. અહિં આવ્યા પછી ત્યાંના સાંપ્રદાયિક વૈમનસ્ય દૂર કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો હતો. જો કે આ વૈમનસ્ય ટાળવા માટે અગાઉ પૂરતો પ્રયત્ન થઈ ગયા હતા, તે પણ મહારાજશ્રીની અહિંની પધરામણીથી તેને સવિશેષ ઉત્તેજન મળ્યું હતું. તેજ વખતે ઉદયપુર જૈનસંઘ તેમજ ત્યાંના જનસમૂહ તરફથી મહારાજશ્રી ચાથમલજી મહારાજને ઉદયપુરમાં ચાતુર્માસ કરવા માટે ઘણે આગ્રહ કરવામાં આવ્યું. ત્યારે પૂજ્ય મહારાજ શ્રીએ વિશેષ ઉપકાર થવાની સંભાવના લક્ષમાં લઈને તે વિનતિને સ્વીકાર કર્યો. ત્યાર પછી મહારાજશ્રીએ ત્યાંથી ઉદયપુર તરફ પ્રસ્થાન કરી ધામણોદ પધાર્યા. ધામણેદ થઈ ઐલાના સ્ટેટ પધાર્યા. ત્યાંના પ્રજાવત્સલ દરબાર શ્રીમાન દલીપસિંહજી સાહેબે ગણું વ્યાખ્યાન શ્રવણ કર્યા. તેથી પ્રસન્ન થઈ મુનિશ્રીની પ્રસંશા કરતાં કહેવા લાગ્યા કે “ખરેખર આપ જેવા સ્વાર્થ ત્યાગી મહિપદેશકની વાણીમાંજ એજસ્વિતા અને આકર્ષણ શક્તિ હોય છે, અને તે દ્વારા અનેક ઉપકાર થાય છે. આપ આ વખતનો ચાતુર્માસ અત્રે કરે એવી મારી વિનંતિ છે. આના પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ