________________ 282 > આદર્શ મુનિ. જવું પડયું, જેથી તેમને મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું. કિશનગઢ શ્રીસંઘના અત્યાગ્રહને વશવતી મહારાજશ્રીએ મુનિશ્રી વૃદ્ધિચંદજી તથા ચાંદલજીને ચાતુર્માસ ત્યાં કરવાની અનુમતિ આપી. વળી સાદડી શ્રીસંઘ તરફથી પણ ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ ભરી વિજ્ઞપ્તિ કરવામાં આવી, તેથી, શ્રીમાન મુનિશ્રી છગનલાલજી, મગનલાલજી તથા સંતોષ મુનિજી એ ત્રણ સાધુઓને સાદડીમાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. ત્યાંથી મહારાજશ્રી નસીરાબાદ થઈ મસૂદે પધાર્યા. માર્ગમાંના સઘળાં ગામમાં કેટલાક રજપૂતોએ શિકાર ખેલવાને, મદિરા પીવાનો ઈત્યાદિ, કેટલાક પ્રકારના ત્યાગ કર્યો. મસૂદેમાં મહારાજશ્રીએ સાત આઠ વ્યાખ્યાન કર્યા. ત્યાંના શ્રીસંઘના અત્યાગ્રહને વશવતી મહારાજશ્રીએ મુનિશ્રી ભેંલાલજી તથા ચંપાલાલજી મહારાજને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. ત્યાંથી મુનિશ્રી આગળથી કરેલી સ્વીકૃતિ અનુસાર સંવત ૧૯૮૧ના ચાતુર્માસ કરવાને ખ્યાવર પધાર્યા. વીરની જય, મુનિરાજની જય આદિ ગગનભેદી જ્યનાદેથી ઘણા ઠાઠમાઠપૂર્વક આપણા ચરિત્રનાયકને મુખ્ય મુખ્ય માર્ગે થઈને શહેરમાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. મહારાજશ્રી સાથે આવેલા પુરૂદ્વારા તેમની પધરામણીને સંદેશ શહેરના દરેક સ્ત્રી-પુરૂષના હૃદયમાં વિજળીના વેગે ફેલાઈ ગયે હતો. બીજા દિવસથી વ્યાખ્યાનની ધોધમાર વૃષ્ટિ શરૂ થઈ. જેમાં ‘વિરતી અને વિનય, સત્ય અને સંસારનું સ્વરૂપ” “આત્મતત્વનું અનુસન્ધાન અને દર્શનિક તત્ત્વ “મદ અને મત્સરભાવ વગેરે વિષયો પરનાં વ્યાખ્યાને ચાતુર્માસ માટે નિણીત કરવામાં આવ્યાં હતાં.