________________ 298 -->આદર્શ મુનિ ------------------------ અદ્દભુત રચનાવાળું શરીરજ મળવું દુર્લભ છે. અને તેથી પણ વધુ દુર્લભ બાબત તે આત્મચિંતનમાં પરોવાવું તે છે. પૂર્વના સંસ્કાર અને પુણ્યવગર એવો મનુષ્ય દેહ મેળવવાનું ભાગ્યેજ કયાંથી સંભવે ? જેમકે, શ્રીમદ્ ભગવદ્રના ૧૧મા સ્કન્દમાં કહ્યું છે કે - नृदेहमाद्यं सुलभं सुंदुर्लभम् प्लवं सुकल्यं गुरुकर्णधारम। मयानुकूलेन नभस्वतेरितम् पुमान भवाब्धि न तरेत्स आत्महा / / મહારાજશ્રીને મહારાણા સાહેબે કહ્યું કે, “આ લેકનો શો અર્થ થાય છે?” ત્યારે મહારાજશ્રીએ તેનું રહસ્ય સમજાવ્યું કે હે હિન્દુ કુલસુર્ય મેવાડાધિપતિ, ચોરાસી લાખ જીવનિઓમાં મનુષ્યને જન્મ પામ એ ઘણું કઠણ કાર્ય છે. કદાચિત્ પૂર્વ જન્મનાં પુણ્ય કર્મોથી મનુષ્યદેહની પ્રાપ્તિ તો થઈ જાય પરંતુ જે આર્યક્ષેત્ર મળે નહિ તે મનુષ્ય જન્મ શા કામને છે? જે મનુષ્યજન્મ અને આર્યક્ષેત્ર એ બને કદાચિત મળી જાય; પણ જે ઉત્તમ કુલ ન મળ્યું તો મનુષ્ય જન્મ ધારણું કરેજ ફેકટ ગણાય. જે ઘણું પુણ્ય પ્રતાપે મનુષ્ય જન્મ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુલ પણ ધારે કે મળ્યાં, પરંતુ દીર્ધાયુષ્ય જે ન મળ્યું તેયે મનુષ્યજન્મ ફેકટ ગણાય. મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલ અને દીર્ધાયુષ્ય એટલાં વાનાં મળ્યાં પણ જો પૂરેપૂરી ઇન્દ્રિયે ન મળી તે આ મનુષ્ય અવતાર શા કામનો છે? વળી આ પાંચ વાનાં કદાચિત મળી ગયાં