________________ આદર્શ મુનિ. હતું, તેમાંય નિદ્રાવસ્થાના સ્વને તે તેને ખૂબ મજબુત બનાવ્યું. મેં સંકલ્પ કર્યો કે વેદના શાંત પડતાં વેંતજ હું સંસારથી વિરક્ત થઈશ. આમ વિચાર કરતો હતો, તેમ મારી વેદના ક્ષીણ થતી જતી હતી. થોડા જ વખતમાં અત્યંત શાન્તિપૂર્વક હું ગાઢનિદ્રામાં પડે. બીજે દિવસે પ્રાતઃકાલે જ્યારે હું જાગી ઉઠ, તે વખતે સગા સંબંધીઓથી મારે આખો ઓરડો ચિકાર ભરાઈ ગયો હતો ગડબડ થતાં હું જાગી ના ઉઠું તેથી સઘળાં મારા ઉઠવાની રાહ જોઈ શાન્તિપૂર્વક બેઠાં હતાં. હું જાગ્યો કે તરત જ સઘળાં મારી તબિઅતના સમાચાર પુછવા લાગ્યાં. જ્યારે મેં કહ્યું કે મારી તબિચત પહેલાં કરતાં ઠીક છે ત્યારે સઘળાંને આનંદ થયે, અને કહેવા લાગ્યાં કે પરમકૃપાળુએ અમારી અભિલાષા પૂર્ણ કરી. કઈ કહેવા લાગ્યું કે મેં ફલાણા યજ્ઞની માનતા રાખી હતી. અને કઈ કહેવા લાગ્યું કે મેં ઢાંકણાં માતાજીને પ્રસાદ ચઢાવવાની બાધા રાખી હતી, વિગેરે. આ સાંભળી મેં તે સઘળાંને કહ્યું કે તમારામાંનાં કેઈનાં બાધા આખડી સફળ થયાં નથી. ફકત મારી માનતાજ ફળીભૂત થઈ છે. મારાં માતા પિતાએ પૂછયું કે તારી શી માનતા છે તે કહ, એટલે સહુથી પહેલાં અમે તેને પૂર્ણ કરીશું. મેં કહ્યું. “વતો હતો નિરો gવ ઇ”િ અર્થાત મેં એવી માનતા રાખી છે કે જે આ રોગ નાબુદ થશે તો ક્ષમાનો પાઠ શીખીશ અને ઈન્દ્રિય દમન કરી આરંભિક પરિગ્રહોને પરિત્યાગ કરી સંન્યસ્ત જીવનનો અંગીકાર કરીશ. આવી માનતા રાખી કે તરતજ મારી વેદના શમવા લાગી, તેથી હું હવે આત્મસાધના કરીશ. મારા આ નિર્ણયમાં કઈ વિના ન નાખે