________________ > આદર્શ મનિ. શ્રીને ઉપદેશ સાંભળીને સેંકડો મનુષ્યો વચ્ચે જીવન પર્યંત શીલવ્રત ધારણ કર્યું હતું, અને “શ્રણગારી નામની વેશ્યાએ એક ચેકસ વ્યક્તિ સિવાય બીજા બધાને ત્યાગ કર્યો હતો. આ ઉપરથી વાંચક વર્ગ સારી રીતે સમજી શકશે કે જનસમાજમાં મહારાજશ્રીને ઉપદેશની કેવી પ્રબળ અસર થાય છે! મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને પુનાવતે થઈને ચેટિલે પધાર્યા. ત્યાં પાલીના લગભગ 70-75 માણસો દર્શન માટે આવ્યા હતા. અહિં એક વ્યાખ્યાન આપીને મહારાજશ્રીએ વિહાર કર્યા હતા. આ પ્રસંગે ઠાકોર અભયસિંહજી મહારાજશ્રીને વળાવવા માટે આવ્યા હતા તેમણે કહ્યું કે, મહારાજશ્રી, આપશ્રી સં. 1973 માં અહિં પધાર્યા હતા તે વખતે મેં શ્રાવણ અને ભાદરવા મહીનામાં શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, હવે આપની આ ફરીથી થએલી પધરામણી પ્રસંગે એવી પ્રતિજ્ઞા કરું છું કે “આષાઢ શુદ 15 થી કારતક સુદ 15 તેમજ વૈશાખ મહીનામાં શિકાર કરે નહિ.” શ્રીમાન ઠાકોર સાહેબના ભાઈ મગસિંહજીએ પણ પિતે શિકાર નહિ કરવાનો તેમજ બીજા પાસે નહિ કરાવવાને ત્યાગ કર્યો હતો. ઠાકોર સાહેબની સાથે આવેલા એક ગૃહસ્થ હરણ ઉપર બંદૂક નહિ મારવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી ચરિત્રનાયક વિહાર કરીને રોહિટ થઈને લૂર્ણિ જંકશન પધાર્યા. ત્યાંથી સેલાવાસ તરફ વિહાર કર્યો. માર્ગમાંજ શિકારપુર (મારવાડ)ના ઠાકર શ્રીમાન નારસિંહજી તરફથી સંદેશ મળે કે ઠાકોર સાહેબને આપશ્રીને ઉપદેશ સાંભળવાની અભિલાષા છે. મહારાજશ્રીએ તેમની આ વિનતિને સ્વીકાર કરી પાછા શિકારપુર ગયા, ત્યાં એક વ્યાખ્યાન