________________ આદર્શ મુનિ. 293 સંકોચ ધારણ કર્યો કારણ કે જ્યારે આટલા આટલા વ્યાખ્યાનોની અસર થઈ નહિ ત્યારે આજના વ્યાખ્યાનથી શી અસર થનાર છે? કશી નહિ. એકતા માટે બંધ કરવા છતાં જે એકતા ન થાય તે માટે સંકેચ થાય એ સ્વાભાવિક છે; છતાં મહારાજશ્રીએ થડો ઉપદેશ આપે. હવે મહારાજશ્રીના આ થડા ઉપદેશે કેવું જાદુનું કાર્ય કર્યું તે બતાવવા મારી કલમ ચાલતી નથી. વધુ શું? બસ, મહારાજશ્રીના આ ઉપદેશથી પાલીના સંઘમાં એકતા દાખલ થઈ ચૂકી. આ પ્રસંગે પાલીના શ્રીસંઘને તેમજ આ કાર્યમાં જેમણે યથાશક્તિ સહાયતા આપી છે તેમને ધન્યવાદ આપ્યા વગર રહી શકાતું નથી. શ્રીમાન મીશ્રીલાલજી મુણાતનાં નામનો આ પ્રસંગે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ છે; તેમણે આ એક્તા માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. પરિણામે આ એક્તા થતાં લોકોનાં મન રાજી થયાં હતાં. આથી પાલીના શ્રીસંઘે મહારાજશ્રીને બે વ્યાખ્યાનો વધુ અપાવવા માટે પુનઃ વિનંતિ કરી, એટલું જ નહિ પણ ફરીથી પાલી ખાતે પધરામણી કરાવી. પ્રાત:કાલનું વ્યાખ્યાન પૂરું થઈ ગયા પછી શ્રીમાન શેઠ મુકુનલાલજી બાલીઆ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી તેમજ મોતીલાલજી મેથા તરફથી આ એકતાની ખુશાલીમાં લગભગ 350 બકરાંને છોડવવામાં આવ્યા હતા. ઉપરાંત ગાયને ઘાસ નીરવામાં આવ્યું હતું. મહારાજશ્રીને ઉપદેશ દરેક વ્યકિત માટે ઉપયોગી થઈ પડવાનું ખાસ કારણ એ છે કે, તેમનાં વ્યાખ્યાનમાં હિંદુ-મુસલમાન કોમ એકસરખી રીતે ભાગ લઈ રહી છે. મહારાજશ્રીને ઉપદેશ સાંભળવા માટે વેશ્યાઓ પણ આવતી હતી. મગની' અને “બની વેશ્યાઓએ મહારાજ