________________ આદર્શ મુનિ. - 71 અને નાયબ હાઝિમ વગેરે પણ ઉપદેશ સાંભળવા માટે હાજર રહેતા હતા. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ખીલ પધાર્યા. ત્યાં ખાતે મુનિશ્રી વકતાવરમલજી વિરાજતા હતા, તેમની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કર્યો હતો, ત્યાં ખાતે મહારાજશ્રીનાં બે વ્યાખ્યાને થયાં હતાં. ત્યાંથી મહારાજશ્રી રાણી સ્ટેશન પધાર્યા. જો કે ત્યાં સ્થિરતા કરવાની નહોતી. છતાં જ્યારે જનતાએ રાત્રે ઉપદેશ સાંભળવાની દઢ ઈચ્છા જણાવી ત્યારે તે કબુલ કરીને મહારાજશ્રીએ વ્યાખ્યાન કર્યું હતું. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી બુસી ખાતે પધાર્યા હતા. ત્યાં શ્રીમાન ઠાકોરસાહેબે ઉપદેશ સાંભળે. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કર્યો અને પાલી મુકામે પધાર્યા. અહિં સામિયામાં સેંકડે સ્ત્રી-પુરૂષ ઉપસ્થીત થયા હતા. જયઘોષપૂર્વક મહારાજશ્રીનો નગરપ્રવેશ થયા. મહારાજશ્રીના પ્રભાવથી લેકમાં એ વાતની પ્રતીતિ થઈ ચુકી કે આપણાં જે બે તડ પડયાં છે તે મહારાજશ્રીના સદુપદેશના પરિણામે જરૂર દૂર થઈ જશે અને શાંતિ સ્થપાશે. મહારાજશ્રીની પધરામણના સમાચાર આખા શહેરમાં વિજળીના વેગે પ્રસરી વન્યા. વ્યાખ્યાનમાં કેટલા મનુષ્યા આવતા હતા તેની ગણત્રી કરવી મુશ્કેલ કાર્ય હતું; છતાં લોકો કહેતા હતા કે અહિં પર્યુષણ જેવાં મોટાં પર્વમાં પણ એકત્ર ન થાય તેટલી મોટી માનવમેદની આ વ્યાખ્યાન પ્રસંગે એકત્ર થતી હતી, જૈન અને અજૈન વર્ગ વ્યાખ્યાન સાંભળવા માટે હરહમેશ હાજર રહેતા હતા. વ્યાખ્યાનમાં વિવિધ વિષયોની વાત મૂકવામાં આવતી હોવાથી દરેક વ્યક્તિનાં દિલમાં સંપના અંકુરીઓ પ્રકટવા લાગ્યા હતા.