________________ આદર્શ મુનિ. 277 ગુમાવીશ નહિ, વૃદ્ધવિવાહમાં સમ્મત થઈશ નહિ. દરેક મહીનામાં 20 દિવસ શીલત્રત પાળીશ. સ્વદેશી ચામડાંના જેડા સિવાય ચાડમાની બીજી કઈ પણ વસ્તુ વાપરીશ નહિ. તે મુજબ તા. રપમીએ સરદાર મારકીટમાં બીજુ ભાષણ કરાવવા માટે, બ્રહ્મચારી લાલજી મહારાજ વૈદિકે મહારાજશ્રીને અતિ આગ્રહ કરીને કબૂલાત લીધી હતી, ત્યાર પછી નિયત સમયે મહારાજશ્રી સરદાર માર્કેટમાં પધાર્યા. ત્યાં જનતા આતુર નયને તેમની રાહ જોતી હતી. મહારાજશ્રીએ પોતાના પ્રખર વ્યાખ્યાનમાં અહિંસાના સિદ્ધાંતની જનતા સન્મુખ ઘોષણા કરી. અહિંસાનું આટલું બધું મહત્વ સાંભળી શ્રેતાઓ દિમૂઢ થયા. હિંસાને અટકાવવા માટે અનેક જણે અનેક પ્રકારના ત્યાગ કર્યા. ખાસ કરીને સ્વદેશી જેડા સિવાય ચામડાની બીજી કઈ પણ વસ્તુ ઉપગમાં ન લેવાની ઘણાખરાએ પ્રતિજ્ઞા કરી. ભાષણ સમાપ્ત થતાં ચિતરફથી ધન્યવાદ રૂપી ભેટ મહારાજશ્રી તરફ આવવા લાગી. વળી આગામી ચાતુર્માસ માટે લોકોએ ખુબ દબાણ કર્યું. તે જ વખતે ખ્યાવરવાળા શ્રીમાન વ્યાસ તનસુખજી વૈદ્ય ખ્યાવરમાં ચાતુર્માસ કરવા માટે વિનંતિ કરી. આર્ય સમાજના નેતા શ્રીમાન લછમનદાસજીએ સભામાં ઉભા થઈ મુક્તકંઠે મહારાજશ્રીની પ્રશંસા કરી. આ ભાષણમાં દાદુપથ, કબીરપંથ, રામસ્નેહી આદિ અનેક સંપ્રદાયના સંત આવ્યા હતા, આ વાતને વાંચતાંજ વાચકેના અંતરમાં એ અલૌકિક દશ્ય નિહાળવાની ઉમિઓ ઉછળશે, અને એમ થશે કે અહા! એ અદ્દભૂત દશ્ય જેવા અમે ભાગ્યશાળી થયા હતા તે કેવું સારું !