________________ આદર્શ મુનિ. ભેજાઈએ વિગેરેને અલગ છે એ બોલાવીને વૈદ્યરાજે કહ્યું, પરંતુ પ્યાલાની અંદરનું પ્રવાહી જે તેજાબની માફક ખદખદતું હતું, તથા જેમાંથી ધુમાડો અને અગ્નિની જવાળા જેવી જવાળાઓ નીકળતી હતી, તે પીવાનું સાહસ કઈ પણ ન કરી શકયું. પિતાએ કહ્યું કે હમણાં પી જાઉં પરંતુ દુકાનને સઘળે કારેબાર મારે શિર છે. વળી આ પ્યાલો પીતાં વેંત જ આજ રેગ મને વ્યાપી જશે, અને એ દશામાં હું મારા વ્યાપાર રોજગારની બીલકુલ સંભાળ રાખી શકીશ નહિ. માતાએ કહ્યું કે, ગુણસુંદરના પિતાને સ્વભાવ એવે જલદ છે, કે તેમની મરજી મારા સિવાય કે સાચવી શકે એમ નથી- આજ પ્રમાણે ભાઈઓ તથા ભાભીઓએ ઈન્કાર કર્યો, અને બહેનોને તેમના પતિઓએ રેકી. મારી પત્નીએ પણ એજ મુજબ બહાનાને આશરો લીધો. હવે રહ્યાં બીજાં કુટુંબીઓ. તેઓ બધાં પણ એક પછી એક પેશાબ પાણીનું બહાનું કાઢી અગીઆરા ગણી ગયાં. તેથી આખરે વિદ્યરાજે પેલે દર્દ ભરેલો પ્યાલો મારા ઉપર છાંટી દીધો. આને લીધે મને આગળની માફક ભારે પીડા થવા લાગી. પછી વૈદ્યરાજ ત્યાંથી વિદાય થયા. તે વખતે મને મારા મિત્રની વાતનું સમરણ થયું. સાંસારિક સ્વાર્થ ઉપર મને અત્યંત તિરસ્કાર છૂટો વળી વિચાર આવ્યું કે આજ સુધી હું કાચને હીરે ને પીત્તળને સુવર્ણ માની મેહજાળમાં ફસાયે હતું. આ પ્રમાણે મેં જે મારે અમૂલ્ય સમય એળે ગુમાવ્યો હતો, તેનું મને ભાન થયું. અને તે જ વખતે મેં નિશ્ચય કર્યો કે જે મારે આ રેગ નષ્ટ થશે તે આ સ્વાથી સંસારને ત્યાગ કરી હું સંયમ માર્ગને અંગીકાર કરીશ.