________________ -~~-~~~-~-~~-~~~-~~-~-~~-~-~-~~~~ ~-~~~~ ~~-~~ > આદેશ મુનિ. આમ વિચાર કરતાં હું નિદ્રાવશ થયો. એટલામાં જ મને એક સ્વપ્ન આવ્યું. તેમાં મને મારા મિત્રનો મેળાપ થ તેણે કહ્યું, મિત્ર. | તું અને હું બંને દેવ હતા. પૂર્વજન્મમાં જ્યારે તારાં આયુષ્યને અંત આવવા લાગે ત્યારે તે મને કહ્યું, “તારું આયુષ્ય હજુ બાકી છે, તેથી હું અહીંઆ મૃત્યુશરણ થઈ મનુષ્ય બનું છું. ત્યાં તું મને શિક્ષા આપવા આવજે. અને તને જેવો વાજબી લાગે તે બોધ આપજે.” આ માટે તે મારી પાસે વચન લઈ લીધુ. મેં વચન આપ્યું કે હું જરૂર તને બોધ આપવા આવીશ. શું એ બધી વાતને તું વિસરી ગયે? તે વખતનાં તારાં વૈરાગ્ય અને સમજણ ક્યાં અદશ્ય થઈ ગયાં ? મિત્ર! આજ હું (વચન આપનાર દેવ) તારી પાસે ત્રીજી વાર આવ્યો છું. એક વખત મિત્ર તરીકે તારી સાથે સંબંધ બાંધ્યું. તારી સમક્ષ બધી રીતે સંસારનું ચિત્ર આલેખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તું ન સમજે. ત્યારે મેં આ કષ્ટ દાયક છતાં અનુભવને ઘૂંટડે પીવડાવે એ બીજે. અખતર કર્યો. બીજી વખતે વૈદ્ય તરીકે આવનાર બીજું કઈ નહિ પણ તું જ હતું. મેં તને વચન આપ્યું હતું તેથી જ આજ ત્રીજી વખત સ્વપ્નાવસ્થામાં તારી પાસે આવ્યો છું. હવે મને બતાવ, કે સંસારના સ્વાર્થમય સંબંધને તને પૂરે ખ્યાલ આવ્યો કે નહિ? જે ખ્યાલ આવ્યાજ હોય તે તેને ત્યાગ કરી આત્મસાધન કરવાને કટિબદ્ધ થા. આથી તારી વેદના એકાએક શાન્ત થશે.” એટલામાં જ મારી આંખ ઉઘડી ગઈ અને જોયું તે પેલે દેવ અટખ્ય થઈ ગયા હતા સંસાર પરિત્યાગનો વિચાર તે મેં પહેલેથી જ કરી રાખે