________________ > આદર્શ મુનિ. વિજ્ઞપ્તિથી તેઓશ્રીએ રાજમહેલમાં એક વ્યાખ્યાન આપ્યું. રાજમાતાએ જૈન રીતિ અનુસાર વંદના કરી પોતાની પુત્રવધુને (રાણું) સમ્યકત્વ અપાવ્યું, તથા તેમણે પોતે પણ રાત્રિભોજનનો ત્યાગ કર્યો, અને તેનું વાવજજીવન પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. રાણી સાહેબે તથા કેટલાંક દાસ દાસીઓએ માંસ ભક્ષણ, મદિરાપાન આદિ અનેક પ્રકારનો ત્યાગ કર્યો. ઠાકોર સાહેબ ઉમેદસિંહજીએ મહિનામાં બાવીસ દિવસ શિકાર ન કરવાની તથા પાંચ જાતનાં જાનવર સિવાય બીજા કઈ જાનવરને શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. વળી એ હુકમ પણ બહાર પાડી કે પેતાના રાજ્યનાં સઘળા તળાવમાં કઈ પણ વ્યકિતએ મત્સ્ય સંહાર ન કરો. અન્યાન્ય લોકોએ પણ વિવિધ પ્રકારના ત્યાગ કર્યો. તાલના ઠાકોર સાહેબ બે કેસ દૂર આવેલા થાણ સુધી પગે ચાલતા મહારાજશ્રીને વળાવવા આવ્યા. થાણાના ઠાકોર સાહેબે પક્ષીઓને શિકાર કરવાને ત્યાગ કર્યો. અને લોકેએ કેટલાય જેને અભયદાન આપ્યું. ત્યારબાદ તેઓશ્રી ચાવડા તથા ભીમ થઈ ગદાજીને ગામ પધાર્યા. ત્યાં પણ સારો ઉપકાર થયે. રાવત લેકેએ મદિરા માંસને ત્યાગ કર્યો. બીજી પણ કેટલીક નાતેના લેકેએ ત્યાગ ઉપવાસાદિ કર્યા. ત્યારબાદ કેકરખેડા, બરાર, ટાટગઢ, તથા ઠેકરવાસ થઈ લસાણુ પધાર્યા. ત્યાં તાલના ઠાકોર સાહેબ શ્રી ઉમેદસિંહજી પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરવાને આવતા હતા. એક દિવસ તેમણે વ્યાખ્યાનમાં એવી પ્રતિજ્ઞા કરી કે આખા વર્ષ દરમ્યાન મારે ત્યાં જેટલાં બકરાં રાજ્યને આવે છે, તેને હું અભયદાન આપીશ. તેમજ લસણી ઠાકરસાહેબ શ્રીમાન ખુમાણસિંહજી