________________ આદર્શ મુનિ.< -----------------000000000-1-::: ----------~-~~~- ~--~-~-~~-~સાહેબ પણ દરરોજ ઉપદેશ સાંભળવા આવતા હતા. તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે હું ભાદરવા મહિનામાં બીલકુલ શિકાર નહિં કરૂં ચિત્ર શુદ 13 ને જ પણ જીવહિંસા કરીશ નહિ એટલું જ નહિં પણ કેઈ નિરપરાધી જીવને જીવનપર્યત નહિ મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારપછી મહારાજશ્રીએ દેવગઢ તરફ વિહાર કર્યો. લસાણુ ઠાકોર સાહેબ પિતાના યુવરાજ કુમાર સાથે પોતાના હદ સુધી વળાવવા ગયા હતા. મહારાજશ્રીએ દેવગઢમાં એક પછી એક ચાલુ સાત વ્યાખ્યાન આપ્યાં હતાં. જનસમુદાયે મહારાજશ્રીને વધારે રોકાવા માટે આગ્રહ કર્યો પરંતુ ચાતુર્માસ નજદીક આવતું હોવાના સબબે તેઓ વધુ વખત રોકાયા નહિ ત્યાંથી મહારાજશ્રી “ચારભુજાજી પધાર્યા, ત્યાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્યાંના હાકેમ સાહેબ જતનસિંહજીએ સારી સેવાભક્તિ કરી હતી જનતાએ ત્યાં પણ મહારાજશ્રીને રોકવાનો ભારે આગ્રહ કર્યો હતું, પરંતુ વખત નહિ હોવાથી સવારે પ્રતિલેખણને વિધિ પૂરે કરતાંજ ત્યાંથી રવાના થઈને દેસુરી” પધાર્યા. અહિં જે કે એક પણ ઘર સ્થાનકવાસી ભાઈનું નહિ હોવા છતાં લેઓએ ઘણું ભક્તિભાવથી મહારાજશ્રીને રેકીને બે વ્યા ખ્યાન અપાવ્યાં હતાં. જેનો લાભ, હાકેમ સાહેબ શ્રી માનમલજી બી. એ. એલ. એલ. બી., ડોકટરસાહેબ સુરેન્દ્રનાથ સરકાર, પોલીસ અમલદાર ગણેશમલજી, પં. આત્મપ્રસાદજી હેડમાસ્તર અને શ્રી. પારસમલજી ખજાનચી વગેરેએ ઘણું ઉત્સાહપૂર્વક લાભ લીધું હતું. ત્યાંથી મહારાજશ્રી ઘાણેરાવ પધાર્યા. ત્યાં કેટવાલની સમક્ષ બે ભાષણ આપ્યાં કે જેમાં ભારે ગીરદી જામી હતી.