________________ *^^^^^^^^^^^^^- ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^ ^^^^ >આદર્શ મુનિ. આષાઢ સુદ 7 ને રેજ મહારાજશ્રી માદાગામ થઈને સાદડી ખાતે પધાર્યા. મહારાજશ્રીને સત્કાર કરવા માટે શહેરની બહાર લગભગ 500 જેટલી સંખ્યામાં સ્ત્રી પુરૂષે ઘણી આતુરતા પૂર્વક તૈયાર થઈને ઉભા હતા. સમયે સમયે પ્રભુ મહાવીરને જયઘોષ ઉચ્ચારવામાં આવતો હતો. એ રીતે ઘણી ધામધૂમથી મહારાજશ્રીને સાદડી શહેરમાં પ્રવેશ થયે હતો. ત્યાંના લોકો પિતાનું અહોભાગ્ય માનવા લાગ્યા હતા. જે દિવસે મહારાજશ્રી સાદડી ખાતે પધાર્યા, તે દિવસથી નિયત સમયે મહારાજશ્રીનું વ્યાખ્યાન થયા કરતું હતું, તેમાં શ્રેતાજનેની સંખ્યા હરહમેશ વધતી ચાલી. વ્યાખ્યાનમાં જૈન, જૈનેતર તમામવર્ગ આવવા ઉપરાંત રાજ્યનો અમલદાર વર્ગ, પોસ્ટમાસ્તર પં. હરલાલજી શર્મા, ડો. અબદુલ લતીફખાં P. E. H. (અલહાબાદ) વગેરે મહાશયેનું વખતોવખત આવવું થયા કરતું હતું. મહારાજશ્રીના ઉપદેશની જનતા ઉપર ભારે અસર થઈ હતી. પરિણામે અનેક વ્રત, પચ્ચખાણે, દયાપાલન અને પૈષધ થયા હતા. એક દિવસે શ્રી. આણંદજી કલ્યાણજી (મંદિરમાગ) ની પેઢીના સુગ્ય મુનીમજી શ્રી ભગવાનલાલ ધારસી વગેરે એકત્ર થઈને મહારાજશ્રી પાસે આવ્યા અને વિનતિ કરી કે, મહારાજશ્રી, આ ગામની બહારના ભાગમાં માતાજી પાસે દર વર્ષે પાડાને વધ કરવામાં આવે છે, માટે તે જે અટકાવવામાં આવે તે બહુ સારૂં. મહારાજશ્રીને આવી રીતે વિનંતિ કરવા સાથે શ્રાવકવર્ગો તરફથી પણ આ કાર્યમાં મદદ મળતાં બન્ને ગચ્છના લેકોના પ્રયત્નના પરિણામે દર વર્ષે થયા કરતી આ હિંસા સદંતર બંધ થઈ ગઈ.