________________ આદર્શ મુનિ આપ એક દઢવૈરાગી અને સાચા ત્યાગી પુરૂષ છે. આવી અવસ્થામાં આપને સાંસારિક ભેગવિલાસ માટે પ્રેરણા કરીને મેં જે અપરાધ કર્યો છે, તેને માટે ક્ષમા યાચું છું, અને આપને, ધર્મ વિષે ઉપદેશ સાંભળવાને અત્યંત ઉત્સુક છું, ત્યારબાદ મુનિએ ધાર્મિક બાધ આપે. જે શ્રવણ કરીને શ્રેણિક રાજાએ પ્રસન્નવદને પિતાની અનાથતાનો સ્વીકાર કર્યો. પછીથી મુનિશ્રીની સ્તુતિ સન્માન તથા વંદના નમ:– કારાદિ કરી શ્રેણિક રાજા ત્યાંથી વિદાય થયો. મુનિવર પણ ભૂમંડળના અનેક ભવ્યજીને પ્રતિબંધિત કરી, આંતરિક શત્રુઓને જીતી અંતે અનન્ત પદને પામ્યા. તેઓ સનાથ થઈ ગયા હોવા છતાં અન્ય જિનેના ઉપદેશાર્થે પિતાને “અનાથ કહેવડાવતા. તેથી જ તેઓ “અનાથી’ના નામથી પ્રસિદ્ધ છે. જેની પાસે આવડું મોટું રાજ્ય હતું, જે આટલા સમૃદ્ધિ વાન હતા, એવા શ્રેણિક તથા ગુણસુંદર જેવાઓ પણ જ્યારે અનાથ હતા, તે પછી સામાન્ય મનુષ્ય સનાથ હોવાને કયે મુખે દાવો કરી શકે ? આ પ્રમાણે આપણા ચરિત્રનાયક તથા બનેડાના રાજાસાહેબ વચ્ચે વાર્તાલાપ થયે. રાજાસાહેબે આ વાર્તાલાપ માટે પિતાની પારાવાર પ્રસન્નતા દર્શાવી જણાવ્યું કે “આપ જેવા મહાત્મા પુરૂષના દર્શનને લાભ મળે એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. આપનાં વ્યાખ્યાન કેઈ પણ સંપ્રદાય કે ધર્મના અનુયાયીઓને દુઃખકર નીવડતાં નથી, અને તેમાં પ્રત્યેકને સમજણ પડે છે. તેથી કૃપા કરીને એક