________________ 256 > આદર્શ મુનિ. મિત્ર મારી પાસેથી ગયો કે તરત જ મારા પ્રત્યેક અંગમાં અચાનક વેદના થવા લાગી; હાડકાં અને શરીરના સાંધાઓમાં એવી કારમી પીડા થવા લાગી કે હું જળવિનાની માછલીની માફક તરફડવા લાગે, ઘડીભર પલંગ ઉપર પડું તે બીજી ઘડીએ જમીન ઉપર આળસુ, પરંતુ મને બીલકુલ ચેન પડ્યું નહિ, જાણેકે અંદરથી કેઈ સોયે ભેંકી રહ્યું હોય એવું અસહ્ય કષ્ટ થતું હતું. મારાં સઘળાં આપ્તજનો એકઠાં થઈ ગયાં, અને ઉપચાર કરવા લાગ્યાં. કેઈ વૈદ્યને લાવ્યું તે કઈ હકીમને. કોઈ જોતીષીને લાવ્યું તો કેઈ શાસ્ત્રીને. આ પ્રમાણે એક પછી એકે આવી ચિકિત્સા અજમાવી, પરંતુ મને બિલકુલ આરામ ન થયા. સમય ઘણે વીતી ગયો હતો અને અતિશય વેદનાથી હું કંટાળી ગયો હતો, તેથી હું વિચારવા લાગ્યો કે આના કરતાં તે મત આવે તે સારૂં. સઘળાં કુટુંબીઓને ઘણું દુઃખ થતું. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા. એ અરસામાં એક પરદેશી વૈદ્ય આવ્યા. નજરે નિહાળતાં તે જેવા પુટડા લાગતા, તેવાજ અનુભવી હોય એમ લાગતું હતું. મારા પિતાએ તેમને બોલાવીને કહ્યું કે, મારા પુત્રને જે સાજે તાજે કરશો તે આપ માગશો તેટલું દ્રવ્ય આપીશ. ત્યારે વિષે જણાવ્યું કે દ્રવ્યની શી વાત કરો છે ? હું તો પરમાર્થ સાધવા દવા કરું છું. મારી પાસે એવાં અકસીર ઔષધે છે કે જે દરદીને મેં હાથમાં લીધા છે, તે સઘળા