________________ 178 > આદર્શ મુનિ, ~~~ ~ ~~~~ ~~~ રાજ્યધાની દિલ્હી તળમાં પહોંચ્યા. ત્યાં આહાર પાછું લઈ ચાંદની ચેકમાં પૂશ્રી મુન્નાલાલજી મહારાજની પાસે ગયા. પૂજ્યશ્રીનાં દર્શન કરવાનો મહારાજશ્રીને માટે આ પ્રથમ અવસર હતા, જનતાના આગ્રહને વશ થઈ તેમણે ચાતુર્માસ ત્યાં કર્યો. જેથી ખૂબ આનંદ પ્રવર્યો. જે ધર્મધ્યાન થયું તે તો ક્ષમાપત્રિકામાં પ્રકાશિત થઈ ચૂકયું છે. દૂર દૂરના લકે ત્યાં દર્શનાર્થે આવતા. જમ્મુ નરેશના દિવાન પણ આવ્યા હતા. ચાતુર્માસ દરમ્યાન ત્યાં વ્યાખ્યાની પરંપરા ચાલી. મહારાજશ્રીના ઉપદેશથી પવિતધારી બ્રાહ્મણ દ્વારકાપ્રસાદે જૈનધર્મને સ્વીકાર કર્યો. ત્યાં મહારાજશ્રીની પાચનશક્તિ એકાએક બગડી આવી. ઔષધોપચાર કર્યા પછી, તબીઅતમાં સુધારે થતાં તેમણે આગ્રા તરફ વિહાર કર્યો. માર્ગમાં વૃન્દાવનમાં કાયા, ત્યાંથી બીજે દિવસે પડિલેહણું કરી મથુરા પધાર્યા. ત્યાં દિગમ્બર જૈન ભાઈઓના મંદિરમાં એક વ્યાખ્યાન આપ્યું અને બીજું સાર્વજનીક આપ્યું. લેકોએ વધુ વ્યાખ્યાન આપવાનો આગ્રહ કર્યો, પરંતુ શારીરિક નિર્બળતાને લીધે તેમ કરી શક્યા નહિ. ત્યાંથી ચગ્ય સમયે વિહાર કરી આગ્રા પધાર્યા. પાછળથી માધવ મુનિજી પણ પધાર્યા. બંને મુનિવરેને એક બીજાનાં દર્શન કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા હતી, તે પાર પડી. નિયમિત વખતે વ્યાખ્યાનો આરંભ થયે. તેમાં પ્રથમ માધવ મુનિજી મહારાજ વ્યાખ્યાન આપતા, અને પછીથી મહારાજશ્રી આપતા. માધવ મુનિજી મહારાજ પ્રખર વિદ્વાન તથા સાહિત્ય મર્મજ્ઞ સુકવિ હતા. તેમની શાસ્ત્રાર્થ શક્તિ અત્યંત પ્રબળ હતી. તેઓ આગળ જતાં પૂજ્ય પદ્ધીથી અલંકૃત થયા. સંવત ૧૯૭૨નાજોધપુરના ચાતુર્માસ વખતે જ્યારે રતલામ