________________ :-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 251 શ્રેણિક - શું તમે અનાથ હતા? તમારું સંરક્ષણ કરનાર તમને કઈ પણ મનુષ્ય મળ્યું નહિ ? મુનિ:–હા, હું અનાથ હતો. - શ્રેણિક–આ વાત મને સન્દહ પડતી લાગે છે. તમારું આવું સૌંદર્ય અને આવું તેજ હોવા છતાં પણ તમને કઈ આશ્રય આપનાર ન મળે, એ હું માની શકતો નથી. તોપણ સંભવ છે કે કદાચિત્ તમારૂં કથન સત્ય હોય; છતાં શું તમારે કોઈ આશ્રયદાતા કે રક્ષકની આવશ્યકતા છે? એવી જે કોઈ વ્યક્તિ તમને મળી આવે તો તમે શું તેને સ્વીકાર કરશે? મુનિ:—શા માટે નહિ? જરૂર. શ્રેણિક -ત્યારે તે બહુ સારું. ચાલ મારી સાથે. મને તમારા ઉપર અત્યંત દયા આવે છે, અને મારા અંતરમાં તમારા તરફ પ્રેમની ઉમિઓ ઉછળે છે. હું તમને મારી સાથેજ રાખીશ. તમારી રક્ષા કરવામાં અને તમારી અભિલાષાઓ પૂર્ણ કરવામાં હું કઈ પણ પ્રકારની ત્રુટિ રાખીશ નહિ. તમારે નિવાસ કરવાને એક ભવ્ય મહેલ આપીશ, અને ધન, ધાન્ય આદિ જે વસ્તુઓની તમારે આવશ્યકતા હશે, તે પૂરી પાડીશ. પછી શું જોઈએ ! ચાલો સંસારના સુખોપ ભેગ ભેગ. મુનિ:–રાજન! મને તે તું હવે પછી આમંત્રણ આપજે. પરંતુ તે પહેલાં તારે તો વિચાર કર. શ્રેણિક -એમાં શો વિચાર કરવા જેવો છે? હું સંપૂર્ણ સામર્થ્યવાન અને સમૃદ્ધિશાળી છું. ચાહે તેવા દુશ્મ