________________ > આદર્શ મુનિ. 2545554vvvvvvvvvvvvvvvvv s = વિનયપૂર્વક જણાવ્યું કે આપ જે પધારવાની કૃપા કરશો તે મારી પ્રજાને પણ આ સૌભાગ્ય સાંપડશે. આ સાંભળી મહારાજશ્રીએ જણાવ્યું કે જે અવસર હશે તેમ થશે. ત્યારબાદ તેઓશ્રીએ ત્યાંથી હાતર તરફ પ્રયાણ કર્યું. સ્ટેટ મિલ્સની સમીપ થઈ પસાર થતા હતા, તે વખતે માર્ગમાં કમાન્ડર ઈન ચીફ જનરલ શ્રીભવાનીસિંહજી બગીમાં બેસીને જતા હતા. તેઓ બગીમાંથી ઉતરી પડયા, અને નમસ્કાર કરી ઘણે દૂર સુધી પગે ચાલતા વળાવવા આવ્યા. કિલ્લાની પાસેના બગીચામાં રાત્રિ નિવાસ કર્યો. ત્યાં શેઠ રા. બ. કલ્યાણમલજી દર્શનાર્થે આવ્યા. બીજે દિવસે હતાદ તરફ વિચરતા હતા, તે વખતે દેવાસ શ્રીસંઘ ત્યાં આવી મળે, અને દેવાસ પધારવાને અત્યાગ્રહ કર્યો. આને સ્વીકાર કરી મહારાજશ્રીએ દેવાસ તરફ પ્રયાણ કર્યું. શ્રીમાન સરકાર સર મલ્હારરાવ બાબા સાહેબ કે. સી. એસ. આઈ. દેવાસ રાજ્ય (2) તે વખતે મુંબઈમાં હતા, અને એકાદ બે દિવસમાં આવી પહોંચવાના સમાચાર મળ્યા હતા. યથા સમયે તેઓ આવી પહોંચ્યા અને મહારાજશ્રીનાં દર્શન કર્યા. પછીથી તેઓ એક બે વખત વ્યાખ્યાનમાં પણ પધાર્યા હતા. બી. એન. ભાજેકર બી. એ. એલ. એલ. બી. (કારભારી સાહેબ) પણ વ્યાખ્યાનમાં પધાર્યા હતા, તેમણે “ૌરક્ષા” તથા “વિદ્યાએ વિષય ઉપર વ્યાખ્યાન આપવા વિનંતિ કરી. લોકેએ ગેરક્ષા તથા વિદ્યાપ્રચાર માટે દ્રવ્ય એકત્રિત કર્યું, અને સન્નારીઓએ ઘરેણાં ગાંઠ ઉતારી સહાયતા માટે અર્પણ કર્યા. * દેવાસ દરબારના વિશેષ પરિચય માટે જુઓ પરિશિક પ્રકરણ ત્રીજુ.