________________ 236 > આદર્શ મુનિ :::::::~~~~~~~~~~~ વિગેરે ફળાને અમે ખાતા નથી, કેમકે તેમાં જીવ છે. જગવિખ્યાત બંગાલી વિજ્ઞાનવેત્તા ડોકટર જગદીશચંદ્ર બે વનસ્પતિ આદિમાં પ્રત્યક્ષ જીવ છે એ પુરવાર અમે ગાંજો, ભાંગ, ચડૂ, ચરસ, સિગારેટ) બીડી, તંબાકુ તથા અફીણ વીગેરે નશાવાળી વસ્તુઓનું કદાપિ સેવન કરતા નથી. કેઈ પણ પુષ્પની સુરમ્ય સરભ લેતા નથી. હાર, પુષ્પપાળા કદી પહેરતા નથી. સુવાસિક તેલ અત્તરને કદાપિ લેપ કરતા નથી. હાથમાં મોજાં અને પગમાં મેજા, જેડા ઈત્યાદિ કશું કદાપિ પહેરતા નથી. તાપ તડકાથી બચવા માટે કદી છત્રી વાપરતા નથી. જાજમ ખુરસી, ગાદી વિગેરે ઉપર બેસતા નથી. આ પ્રમાણે આપણા ચરિત્રનાયક મહદયના મુખારહિંદમાંથી સ્થાનકવાસી સાધુઓને આચાર વિષે સાંભળી રાજા સાહેબ ચકિત થઈ બોલ્યા કે આપની તપસ્યા ભારે કઠિન છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં ભેજન સમય થઈ જવાથી બીજે દિવસે આવવાનું વચન આપી પોતાને મુકામે પધાર્યા. બીજે દિવસે પ્રાત:કાળે વ્યાખ્યાન થયું. રાજા સાહેબના માતુશ્રી (રાજમાતા) તરફથી બદામ તથા ખારેકની પ્રભાવના વહેંચવામાં આવી. (બીજે દિવસે) નરેશ-મહારાજ! આપનાં જૈનાગમ પ્રાચીન સમયમાં લખાયાં હશે.