________________ આદર્શ મુનિ. 243 તે મુજબ તું ધર્મ પાળજે. મારાથી બીલકુલ ભયભીત થા મા. હું તને મારી પુત્રી માફક પાળીશ.” શ્રીમંતના આવાં અમૃતતુલ્ય વચને સાંભળી વસુમતીના અંતરમાં સંતોષ થયે, અને તે તેની સાથે ગઈ. ધનાવહ શેઠે ઘેર આવી પિતાની ધર્મદારને કહ્યું, “આ કેઈ ઉચ્ચકુળની કન્યા છે. હું તેને પુત્રી સમજી લાવ્યો છું. તેને તું સારી રીતે રાખજે. આજથી હું તેને ચંદનબાળા નામથી બોલાવીશ.” શેઠનાં આ વચનો સાંભળી, તેની પત્ની કે જેનું નામ મૂલા હતું, તે તેની પાસે ઉંડીનું કામ કરાવવા લાગી. સ્ત્રી જાતિ અજ્ઞાનતાને લીધે સહેજ સહેજેમાં મેહવશ બને છે, ત્યારે બીજી બાજુ પિતાના પતિના વસુમતી તરફના નિર્દોષ પ્યારને તે જોઈ શકતી નહોતી અને તેથી ચંદનબાલાના અનુપમ સૌંદર્યને નિરખી તેના મનમાં શંકા થઈ કે આ સ્ત્રીના સંદર્યમાં લુબ્ધ બની કદાચ મારે પતિ તેને ખરીદી લાવ્યા હશે. મૂલા આ વખતે તે કંઈ ન બેલી, પરંતુ તેનો ઘાટ ઘડવાની પેરવી કરવા લાગી. ધનાવહ શેઠ ધાર્મિક સંસ્કારવાળા તથા ધર્મશાસ્ત્રવેત્તા હતા, અને ચંદનબાલા એક ઉત્તમ શ્રાવિકા હતી. તેથી તેઓ પરસ્પર પ્રેમ રાખતાં હતાં, તથા એક બીજાને માનની દૃષ્ટિથી જેતાં હતાં. ચન્દ્રમા સમ શીતળ સુશ્રાવિકા ચંદનબાલા ધનાવહને પિતા તુલ્ય માનતી અને ધનાવહ પણ તેના તરફ પિતાતુલ્ય વાત્સલ્ય ભાવ રાખતો. ચંદનબાલાને ધર્મારાધના કરવા માટે પુષ્કળ સમય મળતો, અને તેને તે પૂરેપૂરે સદુપયોગ કરતી. તે સર્વ પ્રકારના રંગરાગાને ત્યજી શાંત