________________ દશમુનિ. | દરબારે પણ વ્યાખ્યાનને લાભ લીધે, તથા ગોચરી માટે પોતાના મહેલમાં લઈ ગયા. ત્યારબાદ એકાદ બે બીજાં વ્યાખ્યાન આપી ઉજજૈન તરફ વિહાર કર્યો. લુણમંડી, જિયાજીગંજમાં વ્યાખ્યાન થયું. તે વખતે રાજમાન્ય ખાનસાહેબ લુકમાનભાઈ તથા ફૈજ મહમદ પેશ ઈમામ સાહેબે ઉભા થઈ મહારાજશ્રીની વકતૃત્વશક્તિ આદિની ભારે પ્રશંસા કરી. ત્યાંથી ઉન્હેલ પધાર્યા. ત્યાંના જાગીરદાર જેઓ મુસલમાન છે, તેમણે ઉપદેશ શ્રવણ કરી જનપ્રેસ બંધ રાખ્યું. તે ઉપરાંત પોતાની હદમાં કેઈને પણ જીવહિંસા ન કરવા દેવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી નાગદેપધાર્યા. ત્યાં ભૂરસિંહજીનાં પત્ની રુકિમણી દીક્ષા માટે ઉત્સુક હતાં. તેમણે માત્ર એક જ વાર મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કર્યું હતું. ભૂરસિંહજી તો શરૂઆતથી જ મહારાજશ્રીના ઉપદેશામૃતનું પાન કરવાથી સંસારને અસાર માનતા હતા. પરંતુ પિતાની સ્ત્રી પણ દીક્ષા લે તો સારું એવી તેમની ઇચ્છા હતી. એટલામાં તો તેમને વિરાગ્ય ઉત્પન્ન થયે. ભૂરસિંહજીનો આજ્ઞાપત્ર મળતાં શ્રીસંઘના આગ્રહથી તેમને દીક્ષા આપી, રંગૂજી સતીના સંપ્રદાયનાં સતી ધાપૂજી મહારાજને સુપરત કર્યા. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ખાચરેદ થઈ રતલામ પધાર્યા, અને પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજનાં દર્શન કર્યા. ત્યાંથી જાવરા, પ્રતાપગઢ, જીરણ, નીમચ તથા જાવદ થઈ ગંગાર પધાર્યા. ત્યાંની જ્ઞાતિમાં બે તડ પડ્યાં હતાં, તેમાં ઐક્યતા કરાવી અને કન્યાવિક્રય બંધ કરાવ્યું. પછીથી હમીરગઢ પધાર્યા. તે વખતે મહારાજશ્રીની સાથે