________________ > આદર્શ મુનિ. નરેશ –મહારાજ, જીવને મારવાથી તે મરતે નથી - "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयंत्यापो न शोषयति मारुतः // " (શ્રીમદ્ ભગવદ્ ગીતા, અ. 2, શ્લેક 23) તે પછી આપ હિંસા કરતાં શા માટે અટકાવો છે? મુનિ—આપ કહો છે તે તો ઠીક છે. ખરેખર, જીવ માર્યો મરતો નથી. તે તે અજર અમર અને અરૂપ છે. પરંતુ સ્થલ શરીરના સંયોગથી આત્મા દુઃખી થાય છે. કેમકે સ્થલ શરીરને પિતાનું માની તે તેમાં નિવાસ કરે છે. તેથી જ્યારે તેના શરીરને કષ્ટ પડે છે, ત્યારે સાથે સાથે આત્માને પણ કષ્ટ થાય છે. બસ, આ પ્રમાણે આત્માને દુઃખ દેવું, તેનું નામ હિંસા. ધારે કે એક મકાનમાં બેઠેલા એક મનુષ્યને આપ ધક્કા મારીને બહાર કાઢવાને ઈરાદો રાખે છે. હવે એમ બને કે એક તે તે પોતે પિતાની મરજીથી ચાલ્યો જાય અગર તમે તેને બલાત્કારથી બહાર કાઢે. હવે વિચાર કરે કે તેને કઈ અવસ્થામાં શાન્તિ રહેશે? આ પ્રમાણે એકેન્દ્રિયથી પંચેંદ્રિય સુધીનાં સઘળાં પ્રાણીઓ આયુષ્યરૂપી અવધિ પહેલાં તેમનાં શરીરને બળાત્કારે ત્યાગ કરાવનારથી શું દુઃખ નહિ પામે? તેથી જ દયા કરવી એ મનુષ્ય માત્રનો ધર્મ છે. મહાત્મા તુલસીદાસજીએ તે ગાયું છે કે -