________________ આદર્શ મુનિ 233 * * * ** .* * * ^^^^^^ ^^ ^^ ^^^** * દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાન. નરેશ –મહારાજ! પૃથ્વી, વનસ્પતિ, વાયુ ઈત્યાદિમાં પણ જીવ છે, તો પછી સાંસારિક અવસ્થામાં રહેતાં છતાં તેમની રક્ષા કેવી રીતે કરી શકાય ? મુનિ -હા, સાંસારિક અવસ્થામાં સંપૂર્ણ અહિંસક રહેવું અત્યંત કઠીન છે. પરંતુ પિતાનાથી થઈ શકાય એટલા અહિંસક મનુષ્ય થવું જ જઈએ. વિના પ્રોજન એ કેંદ્રિય જીવોને સતાવવું એ પાપ છે. નરેશ તો મહારાજ, આપતો બિલકુલ અહિંસકજ રહો છો? મુનિ -અમારાથી બિલકુલ જીવહિંસા ન થાય, તેને માટે પૂરતું ધ્યાન રાખીએ છીએ. તેથી જ આપે જોયું હશે તેમ અમારા લેકોને બલવા, ચાલવા તથા ફરવા હરવા આદિ પ્રત્યેક અવસ્થામાં સંપૂર્ણ સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિ અમારી પાસે આવવા જવાની આજ્ઞા અગર સંમતિ માગે તો અમે ઉત્તરમાં “દયા પાળે એમ કહીએ છીએ. એને સારાંશ એ છે કે અમારા નિમિત્તે કઈ પણ એવું કાર્ય ન થવું જોઈએ, જેમાં હિંસાની ગંધ સરખી હોય. અમે કાચું (ઠંડુ) પાણી પણ પીતા નથી; કેમકે પાણીના એકજ ટીપામાં અસંખ્ય સૂફમ જીવો હોય છે. બનવાજોગ છે કે અમારી આ માન્યતામાં શરૂઆતમાં લેકેને વિશ્વાસ ન પણ બેસે. પરંતુ આધુનિક કાળમાં એ સઘળી બાબતોને વિજ્ઞાને