________________ આદર્શ મુનિ, 25 થયું. એ સ્થળ શહેરથી બે માઈલ દૂર હોવા છતાં પુષ્કળ લોકે આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળી રાયબહાદુર શેઠ કલ્યાણમલજીએ પોતાને સંતેષ તથા પ્રસન્નતા પ્રગટ કર્યા. તેમનાજ આગ્રહને લીધે બીજા બે વ્યાખ્યાન આપ્યાં. શ્રીયુત લાલા જુગમંદરલાલજી જૈની, દાનવીર સર શેઠ હકુમચંદજી રાયબહાદુર શેઠ કસ્તુરચંદજી, શ્રી નેમીચંદજી, શ્રી ભંવરલાલજી તથા શ્રી શંકરલાલજી ઈત્યાદિ વ્યાખ્યાન સમયે હાજર રહ્યા હતા. તેઓ સઘળા કહેવા લાગ્યા કે જે આપના જેવા બે ચાર ઉપદેશકો ભારતવર્ષમાં પ્રગટ થાય તો જૈન જાતિને શીઘ્રતાથી ઉદય થાય. ત્રીજા વ્યાખ્યાનમાં શ્રીમાન કલ્યાણમલજી સાહેબ તથા નાનાં મોટાં બંને શેઠાણીઓ આવ્યાં હતાં. તેઓએ બે વિશેષ વ્યાખ્યાનને માટે આગ્રહ કર્યો. તેને વશવતી બે વધુ વ્યાખ્યાન આપ્યાં. ત્યાર પછી નેમીચંદજી ભંવરલાલજી શેડીએ વિહાર નહિ કરવા દેતાં એક વ્યાખ્યાન કરવાનો સ્વીકાર કરાશે. બીજે દિવસે વ્યાખ્યાન આપ્યા બાદ ભેજનાદિથી નવૃત્ત થઈ તેઓશ્રી નીકળતા હતા, તે વખતે શ્રીમાન કલ્યાણમલજી તથા બંને શેઠાણીઓ આવી પહોંચ્યાં, અને અત્યંત આગ્રહ કરી તે દિવસે પણ વિહાર કરવા ના દીધે. અસ્તુ. એક બીજું વ્યાખ્યાન આપ્યું તે વખતે ત્યાં કુશલગઢના શ્રીમાન રાવ રણજીતસિંહ રાજા સાહેબ પણ ઉપદેશ શ્રવણ કરવા આવ્યા હતા. તેમણે વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નવદને આ સુઅવસર પ્રાપ્ત થવા માટે પોતાને ધન્યભાગી મનાવ્યા. વ્યાખ્યાન બાદ મધ્યાહુન કાળે તેઓ ફરીથી પધાર્યા અને ધાર્મિક ચર્ચા કરવા લાગ્યા. સાથે સાથે મહારાજશ્રીને પિતાને વતન પધારવાની કૃપા કરવા પણ વિજ્ઞપ્તિ કરી, અને