________________ આદર્શ મુનિ. 223 સભામાં કુરાનેશરીફને સાક્ષી રાખી હું પ્રતિજ્ઞા કરું છું કે, જન્મભર માટે હું મારા જીવહિંસા કરવાના ધંધાને ત્યાગ કરું છું. બીજા પણ કેટલાક લોકેએ ત્યાગ કર્યા, જેને ઉલ્લેખ ગ્ય સમયે ક્ષમાપત્રિકામાં કરવામાં આવ્યું છે. - શ્રીયુત નંદલાલ ભટેવરાને તેઓશ્રીના ઉપદેશ સાંભળી એટલી બધી વિરક્તિ થઈ કે તે એક દિવસ દીક્ષા લેવાને તૈયાર થઈ મહારાજશ્રીની સેવામાં હાજર થયા. કુટુંબીઓની આજ્ઞા મેળવી આ વદ ૭ને રોજ તેમને દીક્ષા આપવામાં આવી. તે દિવસે દીક્ષાના સમયે ખાનદેશ જીલ્લાના પીપલ ગામવાળા શ્રીયુત સૂરજમલજી હંસરાજજી ઝામડ ત્યાં આવ્યા હતા. તેમણે દીક્ષામાં કુલ કેટલે ખર્ચ થયો છે તે વિષે પુછપરછ કરી. પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે રૂા. 500) થી 10000) સુધી. જેવી શ્રદ્ધા તથા જેવી ઈચ્છા. આ સાંભળી તેમણે જણાવ્યું કે આ દીક્ષામાં રૂ. 2000) મારા તરફથી ગણજો. આમ કહી તેમણે રૂા. 2400 ની હુંડી તારદ્વારા મંગાવી. તેમાંના રૂા. 400) દયા ખાતે તથા રૂા. 2000) ઉપર જણાવ્યા મુજબ દીક્ષા માટે આપ્યા. - આ બધું પતી ગયા પછી બીજા કેટલાંક વ્યાખ્યાન આપી મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. તેઓશ્રીના સ્મરણાર્થે કોઈ કૃતિ પ્રકાશિત કરવામાં આવે, એ લેકેને વિચાર હતો. વૈષ્ણવ ધર્માનુયાયી શ્રીયુત કુંવરજી રણછોડદાસે તેને ખર્ચ પિતાને શિર ઉપાડી લીધો. ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યું કે મહારાજશ્રીએ “સીતા વનવાસ” ઉપર જે વ્યાખ્યાન આપ્યું હતું, તે હિંદી ભાષામાં પુસ્તકાકારે