________________ 224 > આદર્શ મુનિ. છપાવવું, કે જેથી મહિલા-સમાજમાં તે વિશેષ ઉપયોગી નીવડે. સઘળાઓએ એકત્ર થઈ મહારાજશ્રીના સુગ્ય શિષ્ય શ્રી પ્યારચંદજી મહારાજને આ બાબતમાં વિનંતિ કરી, અને તેનો તેઓશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. માત્ર પંદર દિવસની ટુક મુદતમાં તે સરળ હિંદી ભાષામાં તેમણે તૈયાર કર્યું. આ પ્રમાણે પુસ્તક ખૂબ ઝડપથી તૈયાર કરી છપાવીને બહાર પાડયું. તે સિવાય મહારાજશ્રી દ્વારા લખેલ અનેક પુસ્તક ઘાસીલાલજી ચાંદમલજી તરફથી પણ છપાઈ પ્રકાશિત થયાં. પછીથી ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી જતા હતા, તે વખતે હજારે લેકે તેઓશ્રીને વિદાય કરવાને આવ્યા. નીકળતી વખતે પોલીસ કમિશનર ગુલામ મહમદખાન સાહેબ રસ્તામાં આવતા હતા. મહારાજશ્રીને દેખતાં વેંત જ તેઓ મેટરમાંથી નીચે ઉતરી પડ્યા, અને નમસ્કાર કર્યા. આથી મહારાજશ્રીએ તેમને કહ્યું કે દયા કરવામાં વિશેષ ધ્યાન આપજે. ત્યારબાદ ટાઉનહોલ તરફ થઈને તેઓશ્રી તુકે જ પધાર્યા. ત્યાં ખબર મળી કે મહારાજશ્રીનાં દર્શનાભિલાષી શ્રીયુત હીરાચંદજી કે ઠારી (રેવન્યુ મેમ્બર, હેકર, સ્ટેટ) ઈસ્પીતાલમાં દર્શન કરવા ચાહે છે, તેથી તેઓશ્રી તેમને દર્શન આપી, તુકેગંજમાં ઉતર્યા. એટલામાંજ શેઠ બીને દીરામ બાલચંદના સુપુત્ર શ્રીયુત નેમીચંદ તથા ભંવરલાલજી મહારાજ શ્રીની પાસે આવ્યા અને પોતાના નિવાસસ્થાન માણિકભવનમાં ઉતરવાને આગ્રહ કર્યો. તેમને આગ્રહ જોઈ મહારાજશ્રીએ માણિકભવનમાં પોતાનાં પુનિત પગલાં પાડયાં. પ્રાતઃકાળે રાયબહાદુર શેઠ કલ્યાણમલજી સાહેબની હવેલીમાં વ્યાખ્યાન