________________ 196 > આદર્શ મુનિ. નીચેના પત્ર ઉપરથી આ બાબતને અનુમોદન મળશે. જૈનેતર હેવાને લીધે તેમણે ચરિત્રનાયકજીના નામથી જ પત્ર પાઠવ્યું છે. સ્વસ્તિ શ્રી રતલામ નગર મહાશુભસ્થાને............. સકલગુણસંપન્ન, ગંગાજળસમ નિર્મળ, ચરિત્રનાયક શ્રી ચોથમલજી જેગ કિલા ચિત્તોડગઢથી લી. મહન્ત લાલદાસના પ્રણામ સ્વીકારશે. અત્રે સઘળાં કુશળ છે. તે મુજબ ત્યાં હશે. અહીંને માટે તે આપની કૃપા પૂર્ણ છે, સ્વામીજી! આપનાં અમૃતમય વચને યાદ આવતાં મારું હૃદય ગદ્ગદિત થાય છે. पांच साधुके बीचमें, राजत मानो चन्द / अमृत सम तुम बोलते, मिटत सकल भ्रम फंद // दृष्टि सुहृद मुनि चौथकी; सब को करे निहाल / गति बिधि हू पलटे तबै, कागा होत मराल / सदगुरु शब्द सु तीर हैं, तन मन कीन्हों छेद / बेदर्दी समझे नहीं, विरही पावे भेद // हरिभक्ता अल गुरुमुखी; तप करने की आस / सत्सगी सांचा यती, वहि देखू मैं दास // આપે પાંચ વ્યાખ્યાન આપવા માટે વચન આપેલું, તે ક્યારે પરિપૂર્ણ કરશે? પત્રના પ્રત્યુત્તરની અભિલાષા રાખું છું. મુનિ મહારાજ એક વખત મહન્તને વચન આપી આવ્યા હતા કે ફરીથી અવસર પ્રાપ્ત થતાં એક તે શું પણ પાંચ વ્યાખ્યાન આપીશું, તો તેમાં શું હાનિ છે?