________________ 14 -> આદેશ મુનિ. -- ક * * * * પધાર્યા. ત્યાં ચાર વ્યાખ્યાન આપ્યાં. તે સમયે ત્યાં રતલામ શ્રીસંઘે આવી પિતાને ત્યાં પધારવાના નિમંત્રણને સ્વીકાર કરાવ્યો. બાદ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી નામલી તરફ વિચર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમહિપાલસિંહજીએ તથા તેમના બંધુ શ્રી રાજેન્દ્રસિંહજીએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થઈ ખૂબ ભક્તિભાવ દર્શાવ્યો. પછીથી ત્યાંથી સેજાવત પધાર્યા; કે જ્યાં રતલામના શ્રાવકે સ્વાગત કરવાને માટે આગળથીજ હાજર થઈ ગયા હતા. રાત્રે ત્યાં નિવાસ કરી મહારાજશ્રી પ્રાતઃકાળે રતલામ પધાર્યા. વીરની જયઘોષણાઓ સાથે રાજમહેલને દરવાજે, માણેક ચેક, ચામુખી પૂલ અને શરાફ બજારમાં થઈ ચાંદની ચોકમાં આવેલા શ્રીમાન શેઠ ઉદયચંદજીના મકાનમાં વિરાજ્યા, અને તે જ સ્થળે બજારમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. જેઠ સુદ 14 ને જ ચાતુર્માસ માટે જનતાએ અત્યંતાગ્રહ કર્યો. સઘળા તરફથી એકસરખો આગ્રહ જોઈ તેઓશ્રીએ જણાવ્યું કે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ આજ્ઞા આપે તો મને કઈ જાતને વધે નથી. આ સાંભળી રતલામ શ્રીસંઘે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને નયા શહેર તાર કરી ચાતુર્માસ માટે પ્રાર્થના કરી, અને તેનો સ્વીકાર કરવામાં આવ્યું. જેઠ વદ 1 ને રે જ તેઓશ્રીના રતલામના ચાતુર્માસ માટે આખરી નિર્ણય થયે. આમ ચક્કસ થયા બાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ધાનાસુતે પધાર્યા. ત્યાં છ વ્યાખ્યાન કરી ત્યાંથી ખાચરેદ પધાર્યા, કેમકે ત્યાને શ્રીસંઘ આગળથી વિજ્ઞપ્તિ કરી ગયો હતો. કેટલાક વ્યાખ્યાન આપી આષાડ સુદ રને દિવસે તેઓશ્રીએ ખાચરેદથી રતલામ જવા માટે પ્રયાણ કર્યું, તેઓના સ્વાગત માટે