________________ આદર્શ મુનિ ennnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn સ્થાનકવાસી તથા મુસલમાન સઘળાઓએ ખૂબ પ્રેમભાવ પ્રકટ કર્યો, તે દિવસોમાં ઈન્દોરની આસપાસ રિવાજ મુજબ સેંકડો જીવોની કત્યુ થવાની હતી, તેથી લોકેએ ડિસ્ટ્રિકટ સૂબા સાહેબને તેને માટે વિનંતિ કરી. તેમણે તેજ વખતે તેને માટે ગ્ય બંદોબસ્ત કર્યો. શેઠ જડાવચંદજી તાતેડ, બાબુ રાજમલજી નાયડા, હસ્તીમલજી ભટેવરા, મગનલાલજી પોરવાડ, ભૈરવલાલજી ઓસવાળ, મથુરાલાલજી જાવરાવાળા વિગેરેએ પિતાના ધંધારોજગાર છોડીને પંદર દિવસ સુધી ગામમાં અહર્નિશ ફરી બંદોબસ્ત માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. કુંવરજી નેમાએ આ કાર્ય માટે રૂ. 500) પાંચસે સહાયતાથ આપ્યા. આ પ્રમાણે લગભગ પંદરસો જીવોને જીવતદાન મળ્યું. ત્યારબાદ ઈન્દોરથી રતલામ તરફ વિહાર કર્યો. માર્ગમાં ખેડુતોના આગ્રહને વશ થઈ 10-12 દિવસ હતોદ નામના ગામમાં રોકાયા. આસપાસનાં લગભગ દોઢ હજાર માણસો વ્યાખ્યાન શ્રવણ કરવાને એકત્ર થતાં. ત્યાં પ્રત્યેક માસની એકાદશી તથા અમાવસ્યાને દિવસે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી - (1) ભાડભૂજા ભટ્ટી તથા ઘાંચી ઘાણી બંધ રાખશે. (2) કુંભકાર પિતાનું શાક બંધ રાખશે. (3) ખેડુતો બળદેને જોતરશે નહિ. (4) કઈ ભઠ્ઠી બંધ રાખશે. (5) સની અગ્નિની જરૂરીયાતવાળું કામ બંધ રાખશે. આ પ્રમાણે સં. ૧૯૭ન્ના પોષ વદ 14 ને જ પ્રતિજ્ઞા થયા બાદ તેવું એકરારનામું લખવામાં આવ્યું. ઈન્દરથી લોક મેટરોમાં બેસી બેસીને