________________ આદર્શ મુનિ ર૦૧ સ્થાનેએ વ્યાખ્યાન આપ્યાં. ચાંદલે વ્યાખ્યાન આપી ઝાબુવા પધાર્યા. ત્યાં બેરીના ઠાકોર સાહેબ તથા તેમના કાકા તથા કારભારી સાહેબ વ્યાખ્યાનમાં હાજર રહ્યા. ત્યાંથી મહારાજશ્રી પારે પધાર્યા. ત્યાંના આંતરકલહને અંત આણું રાજગઢ પધાર્યા. ત્યાં હિંદુઓ ઉપરાંત મુસલમાન તથા વેરાઓ પણ વ્યાખ્યાનમાં આવતા હતા. તેઓ કહેવા લાગ્યા કે આ ઉપદેશક ખુદાએ મેકલેલા હોય એવા લાગે છે. ત્યાં ત્રીસ સિખી લેકે (વણકરોએ માંસમદિરાને ત્યાગ કર્યો. જ્યારે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જવા તયાર થયા ત્યારે વિદાય આપવાને મુસ્લીમ બિરાદરે હાજર હતા. ત્યાંથી મહારાજશ્રી કિલાધાર પધાર્યા. ત્યાં દેવીલાલજી મહારાજની નાદુરસ્ત તબિયતને લીધે તેઓશ્રી કેટલાક દિવસ રોકાયા, અને વ્યાખ્યાન કર્યા. શરૂઆતમાં ઈસ્લામ ધર્મના ધર્માધ્યક્ષ તથા ખ્રિસ્તિ ધર્મના પાદરી આવતા હતા, તથા ત્યાંના દીવાન સાહેબ પણ વ્યાખ્યાનમાં બે વાર આવ્યા હતા. ત્યાંથી કેન્સર પધાર્યા. ત્યાં આસપાસના ગામોના ચમાર લોકે પણ વ્યાખ્યાન સાંભળવાને આવતા હતા. તેઓએ માંસમદિરાને ત્યાગ કરી આ પ્રતિજ્ઞા લીધી. પંચ ચમાર મેવાડા કેસૂર. આ એકરારનામું લખનાર ચમાર પંચલુનીવાળા દુર્ગાજી ચોધરી સકળ પંચ માળવા, તથા ખાચરેદવાળા ઘાંસીજી તથા સકળેપંચ બડલાદાવાળા બાલાજી તથા બડનગરના સરપંચ મેતી, આ ચાર ગામના પંચ કેસૂરમાં (ધાર પરગણું) એકત્ર થયા હતા. ચંપાબાઈને ત્યાં ગંગાજળ લેવામાં આવ્યું હતું, જે વખતે પૂજ્યશ્રી 1008 શ્રી મુન્નાલાલજી