________________ > આદેશ મુનિ. લુકમાનભાઈએ પણ મિલ બંધ રાખવાનો નિશ્ચય કર્યો. અને આ પ્રમાણે રૂા. 5000 (પાંચ હજાર)ની નુકસાની વેઠી. મહેરમના દિવસમાં ત્રણ દિવસ જ્ઞાતિ ભેજન થતું, તેમાં બે દિવસ તે થઈ પણ ગયું હતું. પરંતુ ત્રીજે દિવસે કે જ્યારે પૂર્ણાહુતિ હતી, તે દિવસે પિતે અહલે ઈસ્લામ હોવા છતાં પણ આ ધર્મમાં નિષ્ઠા હોવાને લીધે મીઠે ભાત બનાવ્યું અને એ રીતે લગભગ સો બકરાઓને જીવતદાન મળ્યું. તેમણે એમ પણ કહેવડાવ્યું કે જો મને આગળથી માલુમ હોત તે આગળના બે દિવસોમાં પણ હું બીજું કંઈ બનાવી લેવડાવત. આને માટે શ્રીસંઘ, દિગંબર જૈન અગ્રણી સેવારામજીના સુપુત્ર રખબદાસજી પાટની તથા બાબુ બંસીધરજી ભાર્ગવ વિગેરેએ એકત્ર થઈ શહેરના કાજી સાહેબ જનાબવાલા તથા ઈસ્લામી ભાઈઓને અરજ કરી આ કાર્યમાં શહેરના કાજી સાહેબ જનાબઆલા વજરૂદ્દીન સાહેબ, ઉસ્તાદ હસનમિયાં, મૈલાના ફેંજમુહમ્મદ, તથા ઈબ્રાહીમ કસાવે પુષ્કળ સાથ આપી બનતા બધા પ્રયત્ન, કર્યા. પૂર્ણાહુતિને દિવસે " પર ધર્મઃ” એ વિષય ઉપર મહારાજશ્રીએ એક સુમધુર મનોરમ્ય વ્યાખ્યાન આપ્યું. જજ સાહેબ મૌલવી ફાજિલ સાદુદ્દીન હૈદર, તથા સબ જજ સાહેબ મી. બે, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ તથા અન્ય અનેક પ્રતિષ્ઠિત સજ્જને પધાર્યા હતા. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ જજ સાહેબે વ્યાખ્યાનની તથા મહારાજશ્રીની સારગર્ભિત શબ્દોથી પ્રશંસા કરી, જેને સારાંશ નીચે પ્રમાણે છે ઘણું ભાષણ કર્તાઓને તથા ભાષણોને સાંભળ્યાં છે. પરંતુ મુનિ ચોથમલજીએ આજે આપણી સમક્ષ જે