________________ આદર્શ મુનિ 297 સ્થાનાંગ સુત્ર સહિત વ્યાખ્યાન આપવામાં આવતું હતું. તે વખતે ત્યાની જનતા તે એકત્ર થતી જ હતી, પરંતુ દૂરદૂરનાં સ્થળોએથી પણ અગણિત શ્રેતાઓ આવતા હતા. આ વખતે મહારાજશ્રીની સેવામાં રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે તેત્રીસ ઉપવાસની તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યા શ્રાવણ સુદ 5 તા. ર૮-૭–૨૨ ને શનિવારને રોજ આરંભવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 8 તા. 30-8-22 ને બુધવારે થતી હતી. પૂર્ણાહુતિના ઉત્સવની જાહેરાત ત્યાંના શ્રીસંઘે “જૈન જગત” તથા “જૈન પથ પ્રદર્શક' આદિ વર્તમાનપત્રો દ્વારા તથા નિમંત્રણો મેકલી સઘળે ઠેકાણે કરી હતી. રતલામ, જાવરા, મન્દસૈર, પ્રતાપગઢ, મલ્હારગઢ, રામપુરા, નીમચ, ખાચરેદ, નાગદા, બાંગરોદ, ઉન્હેલ, ખરવા, બિછરાદ, બાઘલી, ધામણગાંવ, શાજાપુર, સુજાલપુર, આગ્રા, તરાના, ભોપાલ તથા દિલ્હી વિગેરે ભિન્ન ભિન્ન સ્થળોએથી શ્રાવક-શ્રાવિકાઓનું આગમન થયું હતું. તપશ્ચર્યાની પૂર્ણાહુતિને દિવસે કાપડની મિલ, પ્રેસ, જીન, કસાઈખાનાં આદિ બંધ રહેવાં જોઈએ, એમ વિચારી શ્રીસંઘનું (ડેપ્યુટેશન) પ્રતિનિધિમંડળ વિનોદ મિલના એજન્ટ બાબૂ મદનમેહનજીની પાસે ગયું, અને આ અવસર નિમિત્તે મિલ બંધ રાખવાની વિનંતિ કરી. મિલ બંધ રાખવાનું કઠિન હતું, કેમકે એક દિવસ બંધ રાખતાં રૂા. 7000 (સાત હજાર રૂપીઆ)ની નુકશાની વેઠવી પડે એમ હતું. પરંતુ દિગંબર જૈન ધર્માવલંબી બાબૂ મદન મેહનજીએ તેની પરવા ન કરતાં મિલ બંધ રાખી. તેજ મુજબ શ્રીસંઘની વિજ્ઞપ્તિને માન્ય રાખી ખાનસાહેબ શેઠ નજરઅલી અલાબક્ષની મિલના માલિક શેઠ