________________ આદશ મુનિ. . પ્રકરણ ૩૧મું. માતા પા- પાયા સંવત 17. રતલામ. 2 અપૂર્વ તપશ્ચર્યા. 1 ડગઢથી વિહાર કરી ઘટિયાવલી પધાર્યા. ત્યાં ચિ મહારાજશ્રીએ કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. છે ?" મહાજને તથા ખેડુતો અત્યંત ભાવપૂર્વક તેમના ઉપદેશને અંગીકાર કરતા હતા. તેઓએ વિવિધ પ્રકારના ત્યાગ કર્યા. ત્યાંના ઠાકોર સાહેબ જસવંતસિંહજી તથા તેમના કાકા જાલિમસિંહજી નિયમિત તેઓશ્રીનાં વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. ઠાકોર સાહેબે પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા લીધી. વળી છગનલાલજી મહારાજના ઉપદેશથી તળાવમાંનાં માછલાં આદિ જળચર જીવોને મારવાની મનાઈ કરતા પત્થરે કોતરાવી ઉભા કર્યા. જાલિમસિંહે વાઘ, સૂવર તથા પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા લીધી, અને કાલસિંહજીએ ચાર પ્રાણીઓ સિવાય કેઈપણ પ્રાણુની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કિશન ખાટકીએ એકમ, દ્વિતીયા, પંચમી, અષ્ટમી, નવમી, એકાદશી, ચતુર્દશી, પૂણિમા તથા અમાવાસ્યાને જ પોતાનો હિંસાપૂર્ણ રોજગાર બંધ રાખવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી