________________ આદર્શ મુનિ. 125 મુજબ મહાજનોને એકત્ર કરી તેમને સઘળાને સેગંદ લેવડાવ્યા, અને ભીલેએ પોતાના વચન મુજબ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. આ ભીલ જાતિના હૃદયમાં અહિંસક રહેવાનો જે ભાવ ઉત્પન્ન થયે, તે મહારાજશ્રીના વ્યાખ્યાનનોજ પ્રભાવહતે. ભીલોએ નીચેની બીજી પ્રતિજ્ઞાઓ પણ લીધી 1. જંગલમાં દાવાગ્નિ સળગાવીશું નહિ. 2. મનુષ્યને કેઈ પણ રીતે ત્રાસ આપીશું નહિ. 3. લગ્ન પ્રસંગે મામા તરફથી જે ભેંસ, બકરાં ઈત્યાદિ આવે છે, તેનો વધ કરવામાં આવે છે, પરંતુ આજથી અમે એ પ્રમાણે કદી પણ થવા દઈશું નહિ, અને જે પશુઓ આવે છે, તેને અમે અમર કરીને આપીશું. આ પ્રતિજ્ઞાઓ જે અમે લેકેએ આપની સન્મુખ લીધી છે, તેને અમે હંમેશાં નિભાવીશું. આ પ્રમાણે ભીલોએ પ્રતિજ્ઞા લેવાથી ત્યાં જૈન તથા જૈનેતરને ખુબ સંતોષ થયા, અને તે લેકે મહારાજશ્રીની અત્યંત પ્રસંશા કરવા લાગ્યા. અને મહારજશ્રીની સમક્ષ આવી જણાવ્યું કે “આજે જે કંઈ ઉપકાર થયે છે તે આપની અમૃતમયી વાણી તથા કૃપાને આભારી છે, અને તેથી અમો લોકોને અતિશય સંતોષ થયે છે, અને આ અનહદ ઉપકાર તે અન્યત્ર નહિ થયો હોય, એમ કહેવામાં અમને અતિશયોક્તિ નથી લાગતી. અમારા આત્મા આનાથી સંતુષ્ટ થયા છે, એટલું જ નહિ પણ બલિદાન થનાર ભાવિ પ્રાણીઓ પણ ચિરકાળ કૃતકૃત્ય થઈ તેમની મુંગી ભાષામાં આપને ગુણગાન ગાશે.” એક દિવસે જ્યારે તેઓશ્રી ત્યાંથી વિહાર કરી જતા હતા ત્યારે ઉદયપુરના માજી દિવાન