________________ ******* * * * * * * * * * * * * * * આદશમુનિ. - 131. સદુપદેશથી તેને અભયદાન મળ્યું. શ્રીમાન હોરમસજી ડોકટર એલ. એમ. એન્ડ એસ, ફિઝીશીયન એન્ડ સર્જન પણ મહારાજશ્રીનાં વ્યાખ્યાને સાંભળી જૈન ધર્મના તોથી પરિચિત થયા. પંડના ઠાકોર સાહેબ શ્રી રૂઘનાથસિંહજી તથા તેમના સુશીલ બંધુ શ્રી ચૈનસિંહજી સાહેબ મહારાજશ્રીનાં દર્શનાર્થે પંચેડથી જાવરા આવ્યા; દર્શન કરી તેમણે ખૂબ સંતોષ જાહેર અહીં આ જાવરાના ડાકોર સાહેબે પણ ઉપદેશશ્રવણનો લાભ મેળવ્યો. આ પ્રમાણે ખૂબ ઉપકાર થશે. આ ઉપરાંત વૈરાગી છગનલાલ તથા ચાંદલજીને જ્ઞાનાભ્યાસ પણ કરાવતા હતા. મહારાજશ્રીનાં પત્ની ફરીથી પાછાં જાવરા આવ્યાં, પરંતુ તાલ નિવાસી શ્રીમાન હકમીચંદજીનાં બહેન શ્રીમતી એજ બાઈની દીકરી લીબાઈએ તેમને ખૂબ સમજાવ્યાં, ત્યારે તેમણે કહ્યું કે મને મારા સંસારના આરાધ્ય દેવ (પતિ) સાથે એક વખત વાતચિત કરી લેવા દો. પછી તેઓ જેમ કહેશે તેમ હું કરીશ. આશરે ચાર પાંચ સ્ત્રી પુરૂ તથા કેટલાક સાધુઓની સમક્ષ બેસી મહારાજશ્રીએ તેમની સાથે વાતચિત કરી. તેમણે કહ્યું કે તમે તો મને ત્યાગી વૈરાગ્ય લીધે પરંતુ હું હવે કોને આશરે રહું ? અને શું કરું? આ સાંભળી મહાજશ્રીએ કહ્યું કે તમારો અને મારો સાંસારિક સંબંધ તો જન્મ જન્માંતરોમાં કેટલીય વાર થયા હશે, પરંતુ ધાર્મિક સંબંધ નથી થયો. અને એ દુર્લભતાથીજ પ્રાપ્ત થાય છે, તેથી જેમ હું સાધુ બની ગયે છું તમ તમે પણ સાધ્વી બની જાવ. ક્ષણિક સાંસારિક સુખને સર્વસ્વ માની અમુલ્ય અને દુર્લભ મનુષ્ય જીવનને એળે જવા દેવું જોઈએ નહિં. સંસાર અસાર છે. તેમાં કેઈ કેાઈનું સદાનું સાથી નથી, અને આત્મ-કલ્યાણ કે જે મનુષ્ય જીવનનું વાસ્તવિક