________________ આદર્શ મુનિ. 163 લાગ્યાં. હવે તે જૈન, અજૈન, વૈષ્ણવ, મુસલમાન સઘળા લેકે ખૂબ મેટી સંખ્યામાં આવવા લાગ્યા. સંવત્સરીને દિવસે તે જૈન શ્રાવકે શિવાય અનેક અન્ય લેકોએ પણ નિરાહાર ઉપવાસ વ્રત વિગેરે કર્યા. કેટલાક અજૈનોએ તે લાગલાગેટ આઠ આઠ ઉપવાસ કર્યા. આ ઉપરાંત વિશેષ ધર્મ–પ્રચાર તથા ત્યાગ પણ થયા. આ પ્રમાણે સફળતાપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કરી પાલી તરફ પ્રયાણ કર્યું, કેમકે ગુરૂદેવે ત્યાં ચાતુર્માસ કર્યા હતા. અને તેમની તબીઅત અસ્વસ્થ હતી. કેટલાક દિવસ બાદ ગુરૂજીની તબીઅત સારી થઈ જતાં મહારાજશ્રીને આજ્ઞા મળી કે હું વિહાર કરું છું, અને તમે પણ ગામમાં વિહાર કરતા કરતા નયા શહેર (ખ્યાવર)માં આવી પહોંચજો. તે મુજબ મહારાજશ્રી બગડી બિલાડા આદિ સ્થાનોએ ત્યાગ. ધર્મ-પ્રચાર તથા ઉપકાર કરાવતા ખ્યાવર (નયા નહેર) પધાર્યા. ત્યાં કાંકરિયાજીના મકાનમાં ઉતારે કર્યો. વયેવૃદ્ધ મુનીશ્રી નંદલાલજી મહારાજ તથા હીરાલાલજી મહારાજ અન્ય મુનિ સાથે ત્યાં વિરાજતા હતા. ત્યાં જ મહારાજશ્રીના વ્યાખ્યાન આરંભ થયે. અજેને લોકોએ જાહેર જનતાના લાભાર્થે બજારમાં વ્યાખ્યાન કરવાની ઈચ્છા દર્શાવી. દેશભક્ત શેઠ દામેદરદાસ રાડીએ પિતાના તરફથી જાહેર વિનંતિપત્રો છપાવી વહેંચાવી દીધાં. તે મુજબ સનાતન ધર્મ સ્કુલમાં “પ્રેમ તથા ઐક્યતા” ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પુરૂ થયા બાદ રાઠીજીએ મહારાજશ્રીનાં ગુણગાન કરી પ્રેમ શબ્દની વ્યાખ્યા ઉપર થોડું વિવેચન કર્યું. હેડમાસ્તર સાહેબના આગ્રહને વશ થઈ બીજું વ્યાખ્યાન ત્યાંજ કરવામાં આવ્યું.