________________ - 1 ** 5.5 > આદર્શ મુનિ. આંબિલનાં વ્રત કર્યા. ત્યારબાદ કેટલાક દિવસો ધર્મોપદેશ કર્યા પછી ત્યાંથી તેઓએ વિહાર કર્યો અને ટાંકડે થઈ હરમાડે પધાર્યા. ત્યાં ખૂબ ત્યાગ અને પચખાણ થયાં. ઘાંચીએ અમુક નિયત કરેલા દિવસોએ ઘાણી ચલાવવી બંધ રાખવાની તથા જૈન ભાઈઓએ પિતાની કમાણીના સેંકડે પચીસ ટકા ધાર્મિક કાર્યોમાં વાપરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી વિહાર કરી તેઓ રૂપનગઢ પધાર્યા ત્યાં પણ સારો ધર્મ પ્રચાર થયે. રૂપનગઢમાં એક પ્રાચીન શાસ્ત્રોનો ભંડાર હતો. તેનું તેઓશ્રીએ નિરીક્ષણ કર્યું. શ્રાવકોએ તેમાંના કેટલાંક પુસ્તકોને સ્વીકાર કરવાની આગ્રહપૂર્વક વિનંતિ કરતાં કહ્યું કે આપની પાસે તેનો સદુપયેગ થશે. તેથી મહારાજશ્રીએ તદનુસાર તેમાંથી છેડા શાસ્ત્રગ્રન્થ લીધા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓ અજમેર પધાર્યા. ત્યાં લાખનકોઠરીમાં શ્રીમાન રાયબહાદુર શેઠ ઉમેદમલજીના મકાનમાં ઉતર્યા. ચાતુર્માસ પણ ત્યાંજ કર્યો. કિશનગઢમાં તે વખતે મહારાજશ્રીના ગુરૂદેવ મુનિશ્રી હીરાલાલજી મહારાજને ચાતુર્માસ હતો, પરંતુ ત્યાં પ્લેગ ચાલે, તેથી શ્રાવકોની વિનંતીને વશવત ગુરૂવર હીરાલાલજી મહારાજ તથા શ્રી પં. નંદલાલજી મહારાજ અજમેર પધાર્યા. તેથી ત્યાંની જનતાના આનંદમાં ઓર વધારો થયે. ત્યાં તેમના ગુરૂદેવે સેંકડે સ્તવનો રચ્યાં, અને તેને સાધુ સાધ્વીઓમાં વહેંચ્યાં. જ્ઞાનધ્યાનની દષ્ટિથી તેઓ ભારે સંયમશીલ હતા. અગીયાર વર્ષની કુમળી વયે તેમને દીક્ષા આપવામાં આવી ત્યારથી તેમણે જ્ઞાન ધ્યાન તરફ સઘળા રસોનો ત્યાગ કરી નિર્જવ અને શાક વિના એક વખતે એક જ સ્થળે બેસી પાણીમાં ભીજાવી ખાઈ લેવું તેને આંબિલનું વ્રત કહેવામાં આવે છે.