________________ ^^^^^^^^^^^^^^^^^^^^^* આદર્શ મુનિ. એક દિવસ તે જાતે પેલા જૈન મુનિનું જ્યાં વ્યાખ્યાન થતું હતું, ત્યાં આગળથી નીકળ્યા. વ્યાખ્યાન મંડપની સમીપ આવી કહેવા લાગ્યા કે હું આ મંડપની છાયા નીચેથી પસાર થઈશ નહિ, માટે પડદાને ખસેડી લે. રાજાની આજ્ઞા આગળ શ્રાવકે બીચારા શું કરે? તેથી લાચાર થઈ ઉપરનો પડદે ખસેડી નાખે. એક દિવસ આવું દશ્ય હતું. જ્યારે થોડા સમય બાદ લોકેએ જોયું કે તેજ ઠાકોર સાહેબ વ્યાખ્યાન સ્થળમાં જનતાની સાથે બેસી અત્યંત પ્રેમપૂર્વક તથા ભક્તિભાવથી વ્યાખ્યાન સાંભળતા હતા, અને હંમેશાં ત્યાં આવતા હતા. આટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાન શિવાયના સમયે પણ આવી મહારાજશ્રી પાસેથી ઉપદેશ લાભ મેળવતા, અને શંકા સમાધાન કરી જતા. કેટલાક દિવસ બાદ તેમના રાણીવાસમાંથી મહારાજશ્રી પાસે વિનંતી આવી કે અમે પણ આપના ઉપદેશામૃતનાં પ્યાસી છીએ. મહારાજશ્રીએ આને સ્વીકાર કર્યો. રાવતજી સાહેબે સઘળી જનતાને વ્યાખ્યાન સાંભળવા પોતાના મહેલમાં આવવાની પરવાનગી આપી. સુંદર પાથરણાં પાથરવામાં આવ્યાં. મૂલ્યવાન ગાલીચા બિછાવવામાં આવ્યા અને મહારાજશ્રીને ખૂબ માનપૂર્વક ત્યાં લઈ જવામાં આવ્યા. ત્યાંની શોભા તથા શણગાર જોઈ મહારાજશ્રીએ પોતાના આસન પરનાં સઘળાં બિછાનાં દુર કરાવ્યાં, અને પિતાની પાસેના વસ્ત્રને બિછાવી તેના ઉપર વિરાજ્યા. આ જોઈ રાવતજી સાહેબે પણ પોતાની નીચેના ગાલીચા, બિછાનાં આદિ કઢાવી નાખ્યાં, અને સાધારણ જનતાની માફક બેઠા. ત્યારપછી સુમધુર મંગલાચરણ ગાયા બાદ તેઓશ્રીએ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. જેમાં ૐકાર શબ્દની વ્યાખ્યા કરી, તેના ઉપરજ વ્યાખ્યાન સમાપ્ત કર્યું. આ સાંભળી રાવતજી સાહેબના