________________ આદશમુનિ. 195 લીધો. દીવાન બહાદુર શેઠ ઉમેદમલજી સાહેબ અજમેરથી ત્યાં આવ્યા હતા. તેમણે તથા કુંવર શ્રી ફતહલાલજી તથા મહન્ત ગંગાદાસે પણ વ્યાખ્યાનને લાભ મેળવ્યું. મહન્ત ગંગાદાસજી સાથે તેઓશ્રીને એ સ્નેહ સંબંધ બંધાઈ ગયે કે જ્યાં સુધી તેઓ ભેજન લેવા ન જતા ત્યાં સુધી તે જમતા નહિં. ત્યાં મહારાજશ્રી એક માસ અને બે દિવસ રોકાયા. શ્રી કજોડીમલજી મહારાજની નાદુરસ્ત તબીઅતને અંગે બે દિવસ વિશેષ કાયા. ત્યાંથી જ્યારે વિહાર કર્યો ત્યારે સેંકડે મનુષ્ય વિદાય આપવાને આવ્યાં. જયઘોષણાઓ સાથે બીચ બજારમાં થઈ બ્રહ્મપુરી પધાર્યા. તે દિવસે ત્યાંજ રહ્યા. દેવગઢના રાવતજી સાહેબ પણ ત્યાં આવ્યા. તે મહારાજશ્રીનાં દર્શન કરવાને તેમને ઉતારે આવ્યા. પછીથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નાઈ પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી અનેક લેકેએ માંસ મદિરાનો ત્યાગ કર્યો. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી ઉદયપુર માવલી થઈ સનવાડ પધાર્યા. ત્યાં એક સભા ભરવામાં આવી. તેમાં સેંકડે મનુષ્યએ હાજરી આપી; અનેક બહાર ગામથી આવ્યાં હતા. અનેક રાજ્યકારભારીઓ પણ આવ્યા હતા. ત્યાં વ્યાખ્યાન આપ્યા પછી કપાસણા તથા હમીરગઢ થઈ માંડલગઢ પધાર્યા. તે સ્થળોએ પણ સાર ત્યાગ તથા પચખાણ થયાં. ત્યાંથી તેઓએ બંદી તરફ વિહાર કર્યો. રસ્તામાં જતાં એક સ્ત્રી મળી, તે કહેવા લાગી કે આપ ભયંકર વનમાં શા માટે જાઓ છે? જાનવરેને તે ભય છે જ, પરંતુ તેણીએ વિશેષ ભય ચેરેને છે. આ સાંભળી તેને જણાવ્યું કે ભય જેને હોય તેને હાય. અમારી પાસે શું દલે ભરી મૂક્યો છે? ઈત્યાદિ. આ પ્રમાણે તેઓશ્રી બંદિ પધાર્યા. પહેલાં કદી તેઓ