________________ આદર્શ મુનિ. 173 **^*^^^^^^^^^^^^^^^ y પરંતુ સમયના અભાવે તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. ટેલર સાહેબ એક દોઢ માઈલ સુધી તેમને વિદાય આપવા આવ્યા. પછીથી તેઓશ્રી પઠેલી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે તેમની સારી સેવા કરી, અને કેટલાક પ્રશ્નો પૂછયા. જેના શાસ્ત્રાનુકૂલ ઉત્તરો સાંભળી તે બહુ પ્રસન્ન થયા. પછીથી ત્યાંથી વિહાર કરી ગંગાર તથા હમીરગઢ પધાર્યા. ત્યાંની જનતાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કરી. પરંતુ વર્ષાઋતુ માથે આવી હોવાને લીધે તેઓ રેકાઈ શક્યા નહિ. ત્યાંથી વિહાર કરી ભિલવાડા સમીપના મંડપીઆ ગામમાં પધાર્યા. ત્યાં ઠાકોર સાહેબના મકાનમાં ઉતર્યા. ઠાકોર સાહેબે સારો ભક્તિભાવ દર્શાવ્યું. ત્યાંથી વિહાર કરી ભિલવાડા, માંડલ, મસૂદા થઈ અષાડ સુદ ૧૦ને દિવસે ચાતુર્માસને માટે નયા શહેર પધાર્યા. દીવાન બહાદુર શેઠ ઉમેદમલજી સાહેબની હવેલીમાં ચાતુર્માસ કર્યો. અહીં પણ ખૂબ ધર્મધ્યાન થયાં, જે ક્ષમાપત્રિકામાં છપાઈ ચૂકયાં છે. દૂરદૂરના લેકે ત્યાં દર્શનાર્થે આવતા હતા. ચુનીલાલજી સોની નામે એક અત્યંત ધર્મનિષ્ઠ માણસ ત્યાં રહે છે. પોતે સાધારણ સ્થિતિના ગૃહસ્થ હોવા છતાં દર્શનાર્થે આવતા સઘળા સજજનોને તે સત્કાર કરતા. આ પ્રમાણેનો સત્કાર કરવામાં આખા ચાતુર્માસ દરમ્યાન જે કાંઈ દ્રવ્ય વ્યય થયે તે તેમણે પોતાને શિર ઉઠાવી લીધો. ત્યાં ડાકટર મિલાપચંદજીને બેધ આપી સમ્યકત્વ ધારણ કરાવ્યું. અજમેરથી વકીલ રઘુનાથસિંહજી મહારાજશ્રીના દર્શનાર્થે નયા શહેર આવેલા. ત્યાં રાત્રે રુકિમણું આખ્યાન થતું. ચાતુર્માસ પુરા થતાં ભીમ થઈ બરાર પધાર્યા. ત્યાં દેવગઢના રાવતજી સાહેબે પિતાના કાર્યભારીને મહારાજશ્રી પાસે એકલી કહેવડાવ્યું કે મારે જરૂરી કામ માટે