________________ 192 > આદર્શ યુનિ. ટળી ગઈ. ત્યાં બીજાં પણ વ્યાખ્યાનો આપ્યાં. પછીથી ત્યાંથી વિહાર કરી હથબંદે તથા નિમ્બાહેડા થઈ નિમચ પધાર્યા. ત્યાં તેમણે બે વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ ત્યાંથી મન્દસર પધાર્યા. તે વખતે તેમની સાથે ભૈરવલાલજી વૈરાગી હતા જે પ્રતિક્રમણ શીખતા હતા. મન્દસરમાં તેમનાં કેટલાંક વ્યાખ્યાન થયાં. ચૈત્ર સુદ ૧૩ને દિવસે મહાવીર જયન્તિ ઉજવવામાં આવી. ત્યાંથી વિહાર કરી જાવરા પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. જેથી ખૂબ ધમ વૃદ્ધિ થઈ. તે વખતે રતલામ શ્રીસંઘે ત્યાં આવી મહારાજશ્રીને પિતાને ત્યાં પધરામણી કરવાની વિનંતિ કરી. આના પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે વર્ષાઋતુ સમીપમાં છે અને મારે નયા શહેર પહેચવું છે. જ્યારે રતલામ શ્રીસંઘે અત્યંત આગ્રહ કર્યો ત્યારે મહારાજશ્રીએ તેને વશવતી રતલામ તરફ વિહાર કર્યો; પરંતુ શ્રાવકોએ વિચાર કર્યો કે આમ તો મહારાજશ્રી ઝાઝે વખત કાશે નહિં, ત્યારે તેમણે એક યુક્તિ રચી. તેઓએ જણાવ્યું કે આપની સાથે જે વૈરાગી છે, તેને દીક્ષા આપે. આ બાબતને શ્રાવકનો આગ્રહ જોઈ તેઓ ત્યાં રોકાઈ ગયા. વિરાગી તથા ખેમચંદ બંને કેસીથલ જઈ પિતાનાં કુટુંબીઓની આજ્ઞા લઈ આવ્યા. આ પ્રમાણે રતલામ શ્રીસંઘે જેઠ વદ 10 ને દિવસે વરઘડે કાઢયે અને જેઠ વદ ૧૧ને દિવસે ભૈરવલાલજીને ભારે સમારોહથી દીક્ષા આપવામાં આવી. પછીથી ચદશનું વ્યાખ્યાન વાંચી ત્યાંથી વિહાર કરી જાવરા, મન્દસર તથા નીમચ થઈ ચિતૈોડ પધાર્યા. ત્યાં પહોંચી નગર બહાર થોભી ગયા. ટેલર સાહેબને ખબર પહોંચતાં તે ઉતાવળા તેમની સેવામાં ઉપસ્થિત થયા, અને ત્યાં રોકાવા માટે પ્રાર્થના કરી,