________________ આદર્શ મુનિ. આવવા લાગ્યા. હવે તો લેકની મેદની એટલી જામવા લાગી કે વ્યાખ્યાન સ્થળ નાનું પડવા લાગ્યું. તેથી શ્રીયુત પંચોલી શુભલાલજીએ બીજા મકાન (પિતાની હવેલી)ની ગોઠવણ કરી, પરંતુ બેએક દિવસ બાદ તે સ્થળ પણ નાનું પડવા લાગ્યું. મહાવીર સ્વામીને જન્મત્સવ નજીકમાં આવતો હતે, તેથી ચૈત્ર સુદ 13 ને દિવસે તે ખૂબ આનંદપૂર્વક ઉજવવામાં આવ્યું. હવે તે લેકે ચાતુર્માસને માટે વિનંતિ કરવા લાગ્યા. તેથી તેમણે કહ્યું કે અમારા ગુરૂદેવ પાલીમાં વિરાજે છે, તેમની આજ્ઞા મેળવવી જોઈએ. તેથી શ્રીસંઘ તથા અન્ય જ્ઞાતિના લોકે પાલી ગયા અને ગુરૂવર પાસે જોધપુરના ચાતુર્માસ માટે આજ્ઞા મેળવી લીધી. સઘળા સતેના નિવાસસ્થાન તરીકે આઉવાની હવેલી નક્કી કરવામાં આવી. મહારાજશ્રી પણ ત્યાં પધાર્યા. આ પ્રમાણે સઘળા સંતો એક સ્થાને એકત્ર થયાં. આઉવાની હવેલીના ચેકમાં વ્યાખ્યાન થવા લાગ્યાં. ત્યાં સઘળી જાતિના માણસો ઉપસ્થિત થતા. સરકારી કારભારીઓમાં સરસામાન ખાતાના દારેગા શ્રીયુત નાનુરામજી માલીએ વિચાર કર્યો કે કુચામણની હવેલીમાં વ્યાખ્યાન જવું અને રાજ્યમંડળીને પણ નિમંત્રિત કરવી. એજ મુજબ કરવામાં આવ્યું. અસંખ્ય માણસો એકત્ર થયાં. મહારાજાશ્રી વિજયસિંહજી સાહેબ, રાયબહાદુર પં. શ્યામબિહારી મિશ્ર, બી, એ, રેવન્યુ મેમ્બર. રિજન્સી કાઉન્સીલ, રાવસાહેબ લક્ષ્મણદાસજી બાર–એટ–લ, ચીફ જજ ઈત્યાદિ કેટલાક મહાનુભાવોએ વ્યાખ્યાનને લાભ લીધે. કેટલાક દિવસો બાદ ચાતુર્માસ માટે ભેંસવાડાની હવેલીમાં નિવાસ કર્યો અને આવરની હવેલીમાં વ્યાખ્યાન થવા