________________ આદર્શ મુનિ. 143 ^^^^^^^^^^^^^^^^^^^ ^^^^ ^^^^^^^^^ ^^^^^^^^^^^^ *:~- ~~\ \ ; જણાવ્યું કે અમારે ત્યાં તો તેનું સ્પષ્ટીકરણ થયે 2400 વર્ષ થઈ ગયાં. એક દિવસ સાહેબે કહ્યું કે વાસ્તવિક રીતે આપનો ધર્મ પ્રશંસનીય તથા આદરણીય છે, તો પછી શા માટે આખું જગત તે વિષે પોતાની શ્રદ્ધા પ્રગટ ન કરે? આપના જે ધાર્મિક તો છે તે પ્રશંસનીય છે એટલું જ નહિ પણ ત્યાગ પણ અનુકરણીય છે, પરંતુ તેનો સ્વીકાર જગતને અઘરે લાગે છે. આપના નિયમ આચારવિચાર ઈત્યાદિનું પાલન કરવું અત્યંત કઠિન છે. તેમાં એશઆરામની ગંધ સરખી હોતી નથી. તેને લીધેજ જૈનેતર જગત તેથી વિમુખ રહે છે; અને તેથી જ તે આપના ધર્મ ૩૬ના આંકડાની માફક એક બીજાથી વિરોધી માને છે. જો આ ધર્મમાં આટલી વિશેષ ખૂબી હેત કે એશઆરામ પણ કરી શકાય અને ધર્મ પણ પાળી શકાય, તો મેજશેખના આધુનિક જમાનામાં વિશ્વને મેટો ભાગ તેને અનુયાયી થાત. મારે એટલું તો અવશ્ય કહેવું જોઈએ કે આપના ધર્મથી મુક્તિ તો ખરેખર જલદીથી મળી શકે છે. સાહેબની ધર્મપત્ની પણ પિતાના નોકર સાથે હંમેશાં મહારાજશ્રીને પ્રણામ કહેવડાવતી. એક દિવસ તેણે મહારાજશ્રીને એક ભેટ મેક્લી, પરંતુ જે ચાકર તે લઈને આવ્યો હતો. તેની સાથે પાછા મોકલાવતાં કહેવડાવ્યું કે અમારે માટે તો તેને સ્વીકાર કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ સ્પર્શ પણ ત્યાજ્ય છે. થોડા દિવસ બાદ ટેલર સાહેબ એક શીશામાં એક એવું યુરોપિયન પીણું લાવ્યા કે જેને પાણીમાં નાખતાં દૂધ જેવું બની જાય, આને પણ મહારાજશ્રીએ અંગીકાર ન કર્યો. ૩૬ના આકડામાં 3 તથા 6 એક બીજાથી પ્રતિકુળ હેય છે.