________________ 146 > આદર્શ મુનિ. મંગલગીતો ગાઈ વિદાય આપી. ટાંકમાં પણ એક જવી જાહેર વ્યાખ્યાન આપ્યું. તેની હિન્દુ-મુસલમાન સઘળાઓએ મુક્તકંઠે પ્રશંસા કરી. વ્યાખ્યાન દરમ્યાન લોક હર્ષ પૂર્વક તાળીઓના ગડગડાટ કરતા. લેકે કહેવા લાગ્યા કે “આપના કોઈ પણ ધર્માનુયાયીનું આવું ઓજસ્વી વ્યાખ્યાન અમે આજ પર્યત સાંભળ્યું નથી, અને આપ જેવા મહાત્મા પુરૂષનાં અમારા નગરમાં પનોતાં પગલાં થયાં તે અમારૂં મહદ સૌભાગ્ય માનીએ છીએ.” ત્યાંથી વિહાર કરી તેઓશ્રી સવાઈ માધુપુર પધાર્યા. ત્યાં પણ ઉપદેશ આપી ઉપકાર કર્યો. ત્રીસ ખાટકીઓએ પિતાનો હિંસક ધંધે ત્યજી દીધો, અને તેને બદલે મજુરી અગર ખેતી કરવા લાગ્યા. અત્યારે તે સઘળા સારી રીતે સુખી છે, અને કહે છે કે “આપે અમારું જીવન પલટાવી નાખ્યું છે. જ્યારે અમે કસાઈને બંધ કરતા ત્યારે અમને પેટપૂર ખાવાનું કે પહેરવાને પુરતાં વસ્ત્ર પણ મળતાં નહિ, પરંતુ હવે સુખમાં જીવન વ્યતીત કરીએ છીએ.” આ સઘળું મહારાજશ્રીના શુભાશીર્વાદ તથા સદુપદેશનું પરીણામ છે. આ સમય આગ્રા શ્રીસંઘ પણ તેમની સેવામાં ઉપસ્થિત થયે. દર્શનલાભ મેળવ્યા પછી ત્યાં પધારવાને માટે સઘળાઓએ અત્યંત આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી. અને તેને તેઓએ સ્વીકાર કર્યો. ત્યાંથી વિહાર કરી શ્યામપુર થઈ ગંગાપુર પધાર્યા. જ્યારે ગંગાપુર પહોંચ્યા ત્યારે સંધ્યા વીતી ગઈ હતી. ગામમાં ઉતારાની અગવડ તથા લોકોની અરૂચિ જોઈ તેમણે ગામ બહાર શ્મશાનની છત્રીઓમાં પડાવ નાંખ્યો. ગામમાં એકજ શ્રાવક રહેતો હતો. જ્યારે તેને ખબર પડી, ત્યારે તે આવ્યો અને ગામમાં લઈ જવા માટે અતિશય આગ્રહ કરવા