________________ 158 > આદશ મુનિ. રહેલા દિવસે સમાપ્ત કરવાને પાછા પાલણપુર પધાર્યા. ઠંડી પડવી શરૂ થઈ ગઈ હતી, તે પણ વિશેષ નહોતી પડતી. છતાં નવાબસાહેબે બે બહુ કિમતી શાલ મંગાવી અને પિતાના કારભારી મઘાભાઈને કહ્યું કે, “કેમ, મઘાભાઈ, આ શાલ જોટો મહારાજશ્રીને આપીએ તો કેમ!” એના જવાબમાં મઘાભાઈએ જણાવ્યું કે “મહારાજશ્રી શાલ જોટાને સ્વીકાર કરતા નથી, કેમકે તેઓ અપરિગ્રહી છે. જે તે લેતા હોત તો અમે શા માટે ના આપત? " આ સાંભળી દરબારે કહ્યું કે “તે પછી આપણે મહારાજશ્રીની શું સેવા ભક્તિ કરી ?" ત્યારે મઘાભાઈએ કહ્યું કે “દયા તથા પરોપકારમાં વિશેષ લક્ષ આપવું એજ મહારાજશ્રીની ખરેખરી સેવા છે.” અહીંના ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રી ડીસા કેમ્પ થઈ ધાનેરે પધાર્યા. માર્ગમાં પાલણપુર નવાબ સાહેબના જમાઈ શ્રી જબરદસ્તખાનને મેળાપ થયે. મહારાજશ્રીના ઉપદેશથી તેમણે કેટલાક જીવો ઉપર ગળી ન છોડવાની પ્રતિજ્ઞા કરી. પાલણપુરના નવાબ સાહેબે શરૂઆતથી જ પિતાના સઘળા રાજકારભારીઓને ફરમાવ્યું હતું કે મહારાજશ્રીની સેવા સુશ્રુષામાં કઈપણ પ્રકારની ખામી આવવી જોઈએ નહિ. તે મુજબ રાજ્ય કારભારીઓએ સર્વ પ્રકારે સુંદર પ્રબન્ધ કર્યો. ધાનેરાના હાકેમ સાહેબે મહારાજશ્રી ત્યાં પહોંચ્યા કે તરતજ ત્યાં વ્યાખ્યાન થવું જ જોઈએ, એવી ઈચ્છા પ્રગટ કરી. તેનો સ્વીકાર કરી તેઓશ્રીએ ત્યાં એક વ્યાખ્યાન આપ્યું, જેના પરિણામે ત્યાં સરસ ત્યાગ તથા ઉપકાર થયા. એક રજપૂત સરદારે સજોડે (પત્ની સાથે) બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી વિહાર કરી જતાં રસ્તામાંના એક નગરમાંના લેકે