________________ 156 -->આદ મુનિ સાધુઓ કે જે ગેચરી માટે ત્યાં આવ્યા હતા, તેમણે આ બીના સાંભળી અને તે મહારાજશ્રીને સંભળાવી. આ સાંભળતા જ મધ્યાહુનના પીતા અંગારા જેવા તાપમાં અન્નજળ લીધા શિવાય તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. જતાં જતાં લેકેના પ્રેમ પૂર્ણ વિરોધને વશ થઈ તેમણે ડક છાશ પીધી, અને આગળ જતાં પ્રત્યેક ગામમાં પણ માત્ર છાશજ લેવાની રાખી. આ પ્રમાણે ધનેરી જતા હતા. તે વખતે માર્ગની એક સરિતામાં ત્યાંના શ્રી પૂજ્યજીની સાથે મહારાજશ્રીનો ભેટો થયે. તે રથમાં વિરાજી ત્યાંથી આ બાજુ આવી રહ્યા હતા, અને મહારાજશ્રી ત્યાં જઈ રહ્યાં હતું. મહારાજશ્રીને દેખતાં વેંતજ શ્રીપૂજ્યજીએ રથમાંથી ઉતરી વિધિપૂર્વક તેમને પ્રણામ કર્યા. વાર્તાલાપ કર્યા બાદ તેમણે મહારાજશ્રીને જળ લેવાને આગ્રહ કરતાં કહ્યું કે હું હંમેશાં ગરમ પાણી પીઉં છું, અને તેને કુંજે મારી પાસે ભરેલ છે, આ સાંભળી મહારાજશ્રીએ તેનો સ્વીકાર કર્યો. શ્રીપૂજ્યજીએ જણાવ્યું કે કેટલાક અગત્યના કામકાજ નિમિત્તે મારે જવું પડે છે, નહિ તે આપની સાથે જરૂર ધનેરી પાછા ફરત. કૃપા કરી આપ મારી હવેલીમાં ઉતરજે, ત્યાં કરચાકર સઘળા હાજર છે. ત્યાંથી બંનેએ એક બીજાની વિદાય લીધી, અને ધનેરીમાં એક રાત નિવાસ કરી આબુરેડ પધાર્યા. પાલણપુર શ્રી સંઘને સમાચાર મળતાંજતે લોકે આવી પહોંચ્યા, અને ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરી ચાતુર્માસ માટે નગરમાં લઈ ગયા. આ પ્રમાણે સંવત ૧૯૭૧ના ચાતુર્માસ પાલણપુરમાં કર્યા. પીતામ્બરભાઈની ધર્મશાળામાં તેઓશ્રીએ નિવાસ કર્યો. વ્યાખ્યાનમાં સઘળી કોમના માણસે આવતા. નવાબસાહેબને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ